પાટણનું એક દવાખાનું જ્યાં અગ્નિકર્મ દ્વારા દર્દીઓને અપાતી વિનામૂલ્યે સારવાર
૩૧ ડિસેમ્બરની સેલિબ્રિટી પાર્ટી ની જગ્યાએ જરૂરિયાતમંદ દર્દીઓની સેવા એજ મારા માટે નવા વર્ષની સાચી ઉજવણી છે:ડો.રોનક દવે
પાટણ: મેડિકલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર પાટણ શહેરમાં અનેક ખ્યાતનામ તબીબો પોતાની તબીબી સેવા દ્વારા નામના મેળવી રહ્યા છે પાટણ શહેરમાં એવા અનેક તબીબો પણ છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પોતાની માનદ સેવા આપીને પણ સેવાની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ સ્ટર્લીંગ પાર્ક સોસાયટી પાસેના દવે ક્લિનિકના સેવાભાવી તબીબ ડો. રોનક દવે દ્વારા નવા વર્ષની શુભ શરૂઆતના દિવસ થી નજીવા દરે તેમજ દર મંગળવારે વિનામૂલ્યે ઓપરેશન વગર સાંધાનો વા, ઢીંચણ-કમર અને ગરદનનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો, નસ દબાવી તથા ગાદી ની તકલીફ, પગની એડીનો દુખાવો,સાયટીકા, ખભાનો દુખાવો, કોણી નો દુખાવો,માથાનો દુખાવો તેમજ ડોક જકડાઈ જવી જેવા અનેક દર્દોની અગ્નિકર્મ દ્વારા સારવારનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ડોક્ટર રોનક દવે એ જણાવ્યું હતું કે લોકો નવા વર્ષને યાદગાર બનાવવા લખલૂટ ખર્ચ કરી સેલિબ્રેટ પાર્ટીઓ આયોજિત કરતા હોય છે ત્યારે મેં એક તબીબ તરીકે દીન દુખિયાની નિસ્વાર્થ ભાવે સેવા કરવાના ઉદ્દેશથી દર મંગળવારે મારા દવે કલીનીક ઉપર ઓપરેશન વગર અગ્નિકર્મ ની સારવાર આપવાનું સુતત્ય કાર્ય કરી ગરીબ દર્દીઓના આર્શિવાદ મેળવ્યા છે. ડોક્ટર રોનક દવે દ્વારા દર મંગળવારે શરૂ કરાયેલી ઓપરેશન વગર અગ્નિકર્મ ની સારવાર મેળવવા વહેલી સવારથી જ તેમના દવે ક્લિનિક ખાતે દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે તો સારવાર અર્થે આવતા દરદીઓએ પણ અગ્નિકર્મ ની સારવારથી તેમના દદૅમા રાહત મળતી હોવાનું જણાવ્યું હતું .