વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડનો આઈપીઓ 26 જૂન, 2024ના રોજ ખૂલશે
- પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 195થી રૂ. 207 નક્કી કરવામાં આવ્યો છે
- બિડ/ઇશ્યૂ બુધવાર, 26 જૂન, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 28 જૂન, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બીડિંગ તારીખ મંગળવાર, 25 જૂન, 2024 રહેશે.
- બિડ્સ લઘુતમ 72 શેર્સ અને ત્યારબાદ 72 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
આરએચપી લિંક : https://www.afsl.co.in/pdfnew/Vraj%20Iron%20and%20Steel%20Limited%20-%20RHP.pdf
અમદાવાદ, 21 જૂન, 2024 – વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ (“VISL” or the “Company”) બુધવાર, 26 જૂન, 2024ના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે.
પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 1,710 મિલિયન (રૂ. 171 કરોડ) સુધીની છે જેમાં ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”)નો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બીડિંગ તારીખ મંગળવાર, 25 જૂન, 2024 છે. સબ્સ્ક્રીપ્શન માટે બિડ/ઇશ્યૂ શુક્રવાર, 28 જૂન, 2024ના રોજ બંધ થશે.
ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 195થી રૂ. 207 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 72 શેર્સ અને તેના પછી 72 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (The “Price Band”).
કંપની ઇશ્યૂમાંથી મળનારી રકમનો નીચે મુજબના ફંડ્સ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) બિલાસપુર પ્લાન્ટ ખાતેના “વિસ્તરણ પ્રોજેક્ટ” માટે અંદાજિત રૂ. 1,645 મિલિયન (રૂ. 164.50 કરોડ)ના મૂડી ખર્ચ અને (2) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે (The “Object of the Issue”).
બિલાસપુર પ્લાન્ટ ખાતે “વિસ્તરણ પ્રોજેક્ટ” માટે મૂડી ખર્ચ રૂ. 1,645 મિલિયન (રૂ. 164.50 કરોડ) હોવાનો અંદાજ છે. કંપનીએ પહેલેથી જ એચડીએફસી બેંક પાસેથી લોનમાંથી રૂ. 700 મિલિયન (રૂ. 70 કરોડ) મેળવ્યા છે જે આઈપીઓની ચોખ્ખી આવકમાંથી ચૂકવવાની દરખાસ્ત છે. રૂ. 945 મિલિયન (રૂ. 94.5 કરોડ)ની બાકી રકમ માટે કંપનીએ આંતરિક ઉપાર્જનમાંથી પહેલેથી જ રૂ. 320 મિલિયન (રૂ. 32.00 કરોડ) મેળવેલા છે અને આગળ આંતરિક ઉપાર્જનમાંથી રૂ. 30 મિલિયન (રૂ. 3.00 કરોડ) મેળવવાની ઇચ્છા ધરાવે છે. બાકીના રૂ. 595 મિલિયન (રૂ. 59.5 કરોડ)ને નાણાંકીય વર્ષ 2024-25માં આઈપીઓની ચોખ્ખી આવકમાંથી મેળવવામાં આવશે.
ઇક્વિટી શેર્સ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, છત્તીસગઢમાં 18 જૂન, 2024ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે (The “RHP”).
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, બીએસઈની સાથે મળીને “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઇશ્યૂના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત શેરબજાર છે (The “Listing Details”). આર્યમાન ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
આ ઇશ્યૂ એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં કરવામાં આવી રહ્યો છે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના રેગ્યુલેશન 31 સાથે વાંચીને સુધારવામાં આવ્યો છે (“SEBI ICDR Regulations”).
ઇશ્યૂ અમારી કંપનીના ઇશ્યૂ પછીના પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના કમસે કમ 25 ટકા માટે કરવામાં આવે છે. ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે જેમાં ઇશ્યૂના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion the “QIB Portion”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, એ શરતે કે અમારી કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી ભાગનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવી શકે છે (“Anchor Investor Portion”).
એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર અલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત ક્યુઆઈબી પોર્શનનો પાંચ ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતા) મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે અનામત રહેશે અને ક્યુઆઈબી પોર્શનનો બાકી હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (એનઆઈબી)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ ભાગ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10 લાખ સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રહેશે અને (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ ભાગ રૂ. 10 લાખ કરતાં વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે આવી સબ કેટેગરીઓમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલા પોર્શનના કિસ્સામાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં અરજીકર્તાને ફાળવી શકાશે અને નેટ ઓફરના મહત્તમ 35 ટકા સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના અનુસંધાનમાં રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવવામાં આવશે જે ઓફર પ્રાઇઝ કે તેથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડર્સ બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ આ ઓફરમાં ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે અને તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (યુપીઆઈ આઈડી સહિત) આપવાની રહેશે જેમાં સંબંધિત બિડની રકમ ઓફરમાં ભાગ લેવા માટે પાત્રતા તરીકે યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSB”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 391 પર ઇશ્યૂ પ્રોસીજર્સનો અભ્યાસ કરો.
અહીં ઉપયોગમાં લેવાયેલી અને સ્પષ્ટ અર્થ રજૂ ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવેલી ટર્મ્સ મુજબ અર્થ થશે.
Disclaimer: VRAJ IRON AND STEEL LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its equity shares (“Issue”) and has filed a Red Herring Prospectus (“RHP”) with the Registrar of Companies, Chhattisgarh (“RoC”). The RHP is available on the website of the SEBI at www.sebi.gov.in, the website of the BSE Limited at www.bseindia.com and the website of the National Stock Exchange of India Limited at www.nseindia.com and the website of the Book Running Lead Manager to the Issue, Aryaman Financial Services Limited at www.afsl.co.in. All potential Investors should note that investment in equity shares involves a high degree of risk.
For details, potential investors should refer to the Prospectus which may be filed with the RoC in the future, including the section titled “Risk Factors”. Potential investors should not rely on the DRHP filed with the SEBI in making any investment decision. Potential investor should read the Red Herring Prospectus carefully, including the “Risk Factors” on page 32 of the Red Herring Prospectus before making any investment decision.
The Equity Shares offered in this Issue have not been and will not be registered under the U.S. Securities Act of 1933 (“Securities Act”) and may not be offered or sold within the United States (as defined in Regulation S under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act.
Accordingly, the Equity Shares are only being offered and sold outside the United States in offshore transactions in compliance with Regulation S under the Securities Act and the applicable laws of the jurisdiction where those offers and sales occur. There will be no offering of securities in the United States.