Western Times News

Gujarati News

STમાં મુસાફરી કરતાં લોકો પોતાના પ્રતિભાવો પોર્ટલના માધ્યમથી નિગમને આપી શકશે

GSRTC દ્વારા ઇ-ગવર્નન્સ સુવિધા સંદર્ભે યાત્રી પ્રતિભાવ પોર્ટલ શરૂ કરાયું

તા.૨૪ જૂન થી ૦૧ જુલાઇ ૨૦૨૪ સુધી મુસાફરો  https://gsrtc.in પોર્ટલ પર મુસાફરીને લગતી સેવાઓનો પ્રતિભાવ આપી શકશે

ટેકનોલોજીના યુગમાં રાજય સરકાર ઇ – ગવર્નન્સ તરફ અગ્રેસર રહી છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પહેલ ‘‘ઇ-ગવર્નન્સ સંદર્ભે યાત્રી પ્રતિભાવ” પોર્ટ્લ શરૂ કરવમાં આવ્યું છે.

મુસાફરો નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપર ‘’ઇ-ગવર્નન્સ સંદર્ભે યાત્રી પ્રતિભાવ” ફોર્મ તા.૨૪ જૂન થી ૦૧  જુલાઇ ૨૦૨૪ સુધી ભરી પોતાની મુસાફરીના પ્રતિભાવો પોર્ટલના માધ્યમથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને આપી શકશે.

ઇ- ગવર્નન્સના ઉપયોગથી રાજય સરકાર મુસાફરીને લગતી સુવિધાઓ વધુ અસરકારક બનાવી શકે તે માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રતિસાદ મેળવવામાં આવી રહ્યો છે

જેમાં મુસાફરો ઓનલાઇન બુકીંગટીકીટીંગ સોલ્યુશનવ્હીકલ ટ્રેકીંગવેબસાઇટમોબાઇલ એપ્લીકેશન વગેરે વધુ અસરકારક અને સુવિધાયુક્ત બને તે માટે નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપર ‘‘ઇ-ગવર્નન્સ સંદર્ભે યાત્રી પ્રતિભાવ” ફોર્મ મુકવામાં આવ્યું છે. જે ફોર્મ દ્વારા નાગરિકો નિગમને પોતાના પ્રતિભાવો આપી મુસાફરીની સુખાકારીમાં વધારો કરી શકે છે. તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.