ગુજરાતના આ આદિવાસી વિસ્તાર પ્રત્યે સરકારનું ઉદાસીન વલણઃ કલેકટરને આવેદનપત્ર
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ટ્રાઇબલ એરિયાના ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના પડવાણીયા થી રાજપારડી, રાજપારડી થી નેત્રંગ, નેત્રંગ થી અંકલેશ્વર, ધારોલી થી પડવાણિયા અને આમલઝર ગુંડેચા, તવડીથી અંકલેશ્વર રોડ તાત્કાલિક બનાવવા બાબતે રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે,
આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે જિલ્લાની ૯૦ ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે, લિગ્નાઈટ, સાદી રેતી, બ્લેક ટ્રેપ, બ્લેક ટ્રેપ, હાર્ડ મોરમ વિગેરે ખનીજો ની લીઝો આવેલી છે,આ ખનીજ વહન કરવા માટે મોટી હાઇવા ટ્રકો રાજપારડી પરવળ પડવાણિયા રોડ ઉપરથી પસાર થાય છે અને રાજપારડી નેત્રંગ રોડ ઉપરથી ૪૦ ક્રશર પ્લાન્ટ જેટલા આવેલા છે,
જેમાંથી પાકો માલ ભરૂચ દહેજ ઝઘડિયા અંકલેશ્વર વિલાયત વગેરે જીઆઇડીસીમાં એક ટ્રકમાં ૪૦ થી ૬૦ ટન ભરેલા રોજના હજારોની સંખ્યામાં માલવાહક વાહનો અવરજવર કરે છે,જેના કારણે તાલુકાના મુખ્ય રોડ તથા ગામડાની જોડતા રોડ તૂટી ગયા છે, રાજપારડી જીએમડીસી ખાણ માંથી પણ રોજની ટ્રકો ૨૧ ટન જેટલા લિગ્નાઈટ ભરીને જાય છે,જેની પણ રોજીંદી કરોડો રૂપિયાની આવક થાય છે
તે જ પ્રમાણે બ્લેક ટ્રેપ, સાદી રેતી વિગેરેમાંથી પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે, વાર્ષિક ટર્નઓવર ગણવા જઈએ તો હજારો કરોડ રૂપિયા થાય છે, આ ખનીજ સંપતિ આદિવાસી ટ્રાઈબલ એરીયાની છે, જે રકમમાંથી ૫૦ % રોયલ્ટીની રકમ અને ૧૦ % ડી.એમ.એફ ફંડ આ વિસ્તારના વિકાસ માટે વાપરવાના હોય છે, છતાં સરકારના આ આદિવાસી વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણના કારણે આજ દિન સુધી ૧૦ % ડી.એમ.એફ ફંડ કે ૫૦ ટકા રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવેલ નથી તેમ તેમણે જણાવ્યું હતું,
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પડવાણિયા થી રાજપારડી નો ડામર રોડ ૧૪ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ જે રોડ આરએન્ડબી સ્ટેટમાં આવે છે તે બનાવવાની માંગણી કરી છે, ઉપરાંત ધારોલી થી પડવાણિયા ડામોર રોડ પાંચ વર્ષ અગાઉ મંજૂર કરી કામ ચાલુ કરવામાં આવેલ હતું પરંતુ આ રોડ ઉપર રોડની આજુબાજુમાં ખાડાખોડી જીએસબી વગેરે મટીરીયલ ભરી તેવું ને તેવું જ કામ અધુરુ પડતું મૂકી કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે,
ત્રણ ચાર વર્ષ થઈ ગયા છતાં આ કામ હાલમાં અધૂરું છે તેને પૂર્ણ કરવું તેવી માંગ કરી છે, રાજપારડી થી નેત્રંગ રોડ આરએન્ડબી નો સ્ટેટ રોડ છે જે રોડ છ સાત વર્ષમાં ગાળામાં બે વાર રીસર્ફેસિંગ કરવામાં આવેલ છે છતાં અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટર સાથેના મેળાપિપણાના કારણે હલકી ગુણવત્તા નો ડામર રોડ બનાવવાના કારણે તુટી ગયેલ છે, રાજપારડી નેત્રંગ રોડ પાંચ છ મહિનામાં જ તૂટી ગયેલ છે
તેને પણ હેવી ટ્રીટમેન્ટવાળો વાર રસ્તો બનાવવા ની માંગણી કરી છે, નેત્રંગ થી અંકલેશ્વર સહિતના રસ્તાઓ ઉપર ભારે વાહનોના કારણે તૂટી ગયા છે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કેટલાક વિસ્તારોમાં પાકા રસ્તા બનાવવામાં આવેલ નથી આ તમામ રસ્તાઓ અને સ્થાનિક વિસ્તારના વિકાસ માટે રાજ્યને કેન્દ્ર સરકારને અનુદાનની સો ટકા રકમ વિસ્તારમાં રસ્તાઓ અને અન્ય વિકાસના કામો વાપરવા અમારી માંગણી છે તેમ તેમણે જણાવ્યું હતું.