BSNLની 27 મિલકત વેચી 500 કરોડથી વધુ આવક મેળવવાની કવાયત
રાજકોટ, ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા ગ ત વર્ષે દેશભરમાં વિવિધ મીલકતો વેચી અને ાડાની આવક થકી રૂ.૮૦૦ કરોડથી વધુની આવક મેળવવા બાદ આ વર્ષ પણ આ સીલસીલો ચાલુ રાખી બિનઉપયોગી મીલકતોનું વેચાણ કરી આવક રળવાની કવાયત હાથ ધરી છે. અને તેના ભાગરૂપે હાલમાં રાજકોટમાં ૧ સહીત દેશભરમાં કુલ ર૭ મિલકતની ઓકશન પ્રક્રિયા હાલ ધરી રૂ.પ૦૦ કરોડથી વધુની રેવન્યુ જનરેટ કરવા તજવીજ હાથ આદરી છે.
બીએસએનએલ કોર્પોરેટ ઓફીસ સીવીલ વિગના અધિકારી પી દયાલે માહીતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં જુના માર્કેટ યાર્ડ અને આરટીઓ પાછળના વિસ્તારમાં બીએસએનએલની ૧ર૬૬૩ ચો.મી. જગ્યા લાંબા સમયથી બિનઉપયોગી પડી છે. અને હવે ટેકનોલોજી ચેન્જ થવાથી જમીનની સ્પેસની જરૂરીયાત ઘટી છે ત્યારે આ જગ્યા રૂ.રર.૯૯ કરોડમાં ઓકશન કરવામાં માટે બજારમાં મુકી છે.
આ માટે જાહેરાત આપી દેવામાં આવી છે. રાજકોટમાં અન્ય પાંચ મિલકત પણ બિનઉપયોગી હોય તેની હરાજી આગામી દિવસોમાં કરાશે. રાજકોટમાં પ સૌરાષ્ટ્રમાં ૧૩ સહીત ગુજરાતમાં કુલ ર૮ જેટલી જગ્યા બિનઉપયોગી છે.