વૃદ્ધની જીવનભરની બચત ગઠિયાઓ પડાવી ગયા
નવી દિલ્હી, ત્રાગડના નિવૃત બેન્ક કર્મીને શેર બજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી લાલચ આપીને સાયબર ગઠિયાઓએ રૂ. ૫૨.૯૫ લાખ લઇ ગયા હતા. જેમાં વૃદ્ધને વોટ્સએપ ગ્‰પમાં એડ કરીને રોકાણની ટિપ્સ આપતા હતા.
બાદમાં ગઠિયાઓએ એપ્લિકેશન લિન્ક મોકલીને એકાઉન્ટ ખોલાવીને બજાર કરતા ૨૦ ટકા ઓછા ભાવે શેર આપીશું કહીને રોકાણ કરાવ્યું હતું, પરંતુ એલોટ શેર પેટે વધુ રૂપિયાની માગણી કરતા ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે નિવૃત બેન્ક કર્મીએ ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
૨૨ વર્ષ પહેલા બેંકમાંથી નિવૃત્ત થયેલા અશોક પંડ્યા ત્રાગડમાં પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. તેમના મોબાઇલ પર ગત ૨૮ એપ્રિલે તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં સારો નફો કરાવવા મદદ કરાશે તેમ લખ્યું હતું.
અશોક પંડ્યાએ આ મેસેજ બાદ આવેલો ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું. બાદમાં ગઠિયાઓએ તેમને વોટ્સએપ ગ્‰પમાં એડ કર્યા હતા. ગ્‰પમાં શેર બજારને લગતી ટિપ્સ આપવામાં આવતી હતી. જેમાં તે ગ્‰પમાં અન્ય સભ્યો સારો નફો થયો તેમ જણાવતા હતા. જેથી અશોક પંડ્યાએ થોડા દિવસ રાહ જોઇ હતી. બાદમાં તેમને વિશ્વાસ આવતા તેમને ગઠિયા સાથે રોકાણ કરવા વાત કરી હતી.
જેથી ગઠિયાએ ફોર્મની લિન્ક મોકલી હતી, જેમાં તમામ વિગતો ભરાવી હતી. નફો સારો થતા વૃદ્ધે ટૂકડે-ટૂકડે કુલ રૂ. ૫૨.૯૫ લાખનું રોકાણ કર્યું હતું. તેની સામે તેમને એકાઉન્ટમાં એક કરોડથી વધુ નફો બતાવતા હતા. બાદમાં એલોટ શેર પેટે ગઠિયાએ વધુ રૂ. ૨ કરોડ માગતા વૃદ્ધને ગાઇ થઇ હોવાની જાણ થતાં વૃદ્ધે અજાણ્યા ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS