સિલ્વાન પ્લાયબોર્ડની પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 28.05 કરોડ એકત્રિત કરવાની યોજના
મુંબઈ, પશ્ચિમ બંગાળના હુગલીમાં આવેલી અને પ્લાયવુડ, બ્લોક બોર્ડ અને ફ્લશ ડોર જેવા લાકડાની વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી સિલ્વાન પ્લાયબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડ એસએમઈ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 28.05 કરોડ સુધી એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 24 જૂને સબસ્ક્રીપ્શન માટે ખુલશે અને 26 જૂને બંધ થશે. Sylvan Plyboard (India) Ltd is planning to raise up to Rs. 28.05 crore through a public issue;
આ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ભંડોળ માટે કરવામાં આવશે, જેમાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેના મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓનો સમાવેશ થાય છે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.
રૂ. 28.05 કરોડના ફ્રેશ ઇશ્યૂમાં રૂ. 10ની ફેસ વેલ્યુ સાથેના 51 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેની કિંમત રૂ. 55 પ્રતિ શેર છે. ઇશ્યૂમાંથી મળેલી આવકમાંથી પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે રૂ. 3.71 કરોડ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રૂ. 16.93 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 4.3 કરોડ ફાળવવામાં આવશે.
અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 2,000 શેર છે, જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. 1,10,000 જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકાર ક્વોટા નેટ ઓફરના 50 ટકા નક્કી કરવામાં આવ્યો છે. હાલનું 99.80 ટકા પ્રમોટર હોલ્ડિંગ ઇશ્યૂ પછી ઘટીને 71.23 ટકા થઈ જશે.
2002માં સ્થપાયેલી સિલ્વાન પ્લાયબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડ વિવિધ ગ્રેડ અને જાડાઈમાં પ્લાયવુડ, બ્લોક બોર્ડ, ફ્લશ ડોર, વિનિયર અને સૉન ટિમ્બર સહિત વિવિધ લાકડાની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીનો ઇતિહાસ 70 વર્ષ પહેલાનો 1951 સુધીનો છે. તે 13 રાજ્યોમાં 223 અધિકૃત ડીલરો ધરાવે છે અને શિપિંગ, બાંધકામ, રિયલ એસ્ટેટ, ઇન્ટિરિયર ડેકોર, ફર્નિચર, એવિયેશન, શિક્ષણ, હેલ્થકેર, પરિવહન, બેંકિંગ અને સરકારી પ્રોજેક્ટ્સ જેવા ઉદ્યોગોને પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.
સિલ્વાન પ્લાયબોર્ડની પ્રોડક્ટ્સ IS 303:1989, IS 710:2010, IS 2202:1999, IS 1659:2004, IS 5509:2021 અને IS 10701:2012 સહિત બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરે છે. કંપની વિનિયર, પ્લાયવૂડ, બ્લોક બોર્ડ અને ફ્લશ ડોર્સના ઉત્પાદન અને સપ્લાય માટે આઈએસઓ સર્ટિફિકેશન ISO 9001:2015 (ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ), ISO 14001:2015 (એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ) અને ISO 45001:2018 (ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ) પણ ધરાવે છે.
ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના નવ મહિના માટે કંપનીએ રૂ. 4.48 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 161.93 કરોડની આવક નોંધાવી હતી, જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3.53 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 199.15 કરોડની આવક હતી. 30 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 94.57 કરોડ હતી, જેમાં રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 80.29 કરોડ અને એસેટ બેઝ રૂ. 217.26 કરોડ હતી.
કંપનીનું ઇક્વિટી પરનું વળતર (આરઓઈ) 4.9 ટકા હતું, રોકેલી મૂડી પરનું વળતર (આરઓસીઈ) 7.56 ટકા હતું અને નેટવર્થ પર વળતર (આરઓએનડબ્લ્યુ) 4.74 હતું. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
IPO Highlights – Sylvan Plyboard (India) Ltd | |
IPO Opens on | June 24, 2024 |
IPO Closes on | June 26, 2024 |
Issue Price | Rs. 55 Per Share |
Issue Size | 51 lakh shares – up to Rs. 28.05 crore |
Lot Size | 2000 Shares |
Listing on | NSE Emerge Platform of National Stock Exchange |