કેનેડા હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષક દેશ નથી રહ્યો? જાણો શું છે કારણ
ભારતીયો માટે કેનેડાની સ્ટડી પરમિટમાં મોટો ઘટાડો થયો
(એજન્સી)ઓટ્ટાવા, ભારતીય સ્ટુડન્ટ્સ હવે કેનેડા જવું કે નહીં તેને લઈને અવઢવમાં છે. જુદા જુદા કારણોથી ભારતીયોની કેનેડાની સ્ટડી પરમિટમાં માર્ચ મહિનામાં મોટો ઘટાડો થયો હતો. ડેટાનું એનાલિસિસ દર્શાવે છે કે માર્ચ ૨૦૨૪માં માત્ર ૪૨૧૦ ભારતીયોને કેનેડાની સ્ટડી પરમિટ મળી હતી.
મહત્ત્વની વાત એ છે કે ફેબ્રુઆરી ૨૦૨૪માં ૨૬,૦૦૦થી વધારે ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાની સ્ટડી પરમિટ મેળવી હતી. હવે બધાની નજર સપ્ટેમ્બરના ઈનટેક પર છે અને તેના પરથી ખ્યાલ આવશે કે સ્ટડી પરમિટની શું સ્થિતિ છે.
એક કેનેડિયન એજ્યુટેક કંપનીએ આઈઆરસીસીના ડેટાનું વિશ્લેષણ કર્યું છે જેમાં આ રસપ્રદ તારણ બહાર આવ્યું છે. તે પ્રમાણે માર્ચ ૨૦૨૪માં સૌથી ઓછા ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ મળી હતી. માર્ચ ૨૦૨૨માં ૨૪,૬૦૦ સ્ટુડન્ટ પરમિટ, માર્ચ ૨૦૨૩માં ૨૮,૦૦૦ પરમિટ મળી હતી જ્યારે માર્ચ ૨૦૨૪માં તે ઘટીને ૨૪૧૦ થઈ ગઈ હતી તે આશ્ચર્યની વાત છે.
છેલ્લા બે માર્ચમાં સ્ટડી પરમિટની જે સંખ્યા હતી તેની તુલનામાં આ આંકડો છઠ્ઠા ભાગમાં આવી ગયો હતો. કેનેડા સ્થિત કન્સલ્ટન્ટ્સ અને સ્ટુડન્ટ કોમ્યુનિટીનું કહેવું છે કે કેનેડામાં ભારતથી જે કુલ સ્ટુડન્ટ આવે છે તેમાંથી ૧૫થી ૨૦ ટકા ગુજરાતી હોય છે. એટલે કે દર વર્ષે લગભગ ૨૦ હજાર ગુજરાતી સ્ટુડન્ટ કેનેડા પહોંચતા હોય છે. માર્ચ મહિનામાં સ્ટુડન્ટ વિઝામાં થયેલો ઘટાડો દર્શાવે છે કે કેનેડાએ ફોરેન સ્ટુડન્ટની સંખ્યા પર જે કાપ મૂક્યો તેની અસર થઈ છે.
કેનેડા હવે માત્ર ૩.૬૦ લાખ સ્ટુડન્ટને દર વર્ષે આવવા દેશે જેના કારણે હવે તે આકર્ષક દેશ નથી રહ્યો. આ ઉપરાંત વિઝા માટે પ્રોવિÂન્શયલ એટેસ્ટેશન લેટર્સ પણ ફરજિયાત કરવામાં આવ્યા છે.