બધા ટેલિકોમ ઓપરેટર્સ 5જી ટ્રાયલમાં ભાગ લઈ શકશે
નવીદિલ્હી, કેન્દ્રીય દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર ટેલિકોમ સેક્ટરની બધી કંપનીઓને ૫જી સ્પેક્ટ્રમ વેચશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે ૫જી ટ્રાયલ પર નિર્ણય લઈ લીધો છે. ૫ય્ જ ભવિષ્ય છે. આ ટેકનિકની મદદથી અમે નવા ઇનોવેશનને પ્રોત્સાહિત કરીશું. બધા ટેલિકોમ ઓપરેટર્સ ૫જી ટ્રાયલમાં ભાગ લઈ શકે છે.
આ ટ્રાયલનો મતલબ એ નથી કે સરકારે કોમર્શિયલી ૫ય્ને શરુ કરી દીધી છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ બધા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે આ ટ્રાયલને લઈને સમજુતી કરશે. આ પછી કંપનીઓ પોતાના વેંડર પાર્ટનરની પસંદગી કરશે. જેમાં નોકિયા, હુવાવે, એરિક્સન અને સેમસંગ સામેલ છે. મંગળવારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ બધા વેંડર્સ સાથે એક બેઠક પણ કરશે.
આ મહિનાની શરુઆતમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આગામી સ્પેક્ટ્રમની હરાજીની કિંમતોની મંજૂરી આપી હતી. જેમાં ૬૦૩૦ મેગાહાર્ટજનું એરવેવ સામેલ છે. જેને ૫ય્ ટેકનિક માટે ઉપયોગ કરવામાં આવે છે.
સરકાર તરફથી આ જાહેરાત હુવાવે ટેકનોલોજી લિમિટેડ માટે રાહતના સમાચાર છે. જેને હાલમાં વૈશ્વિક સ્તર પર મુશ્કેલીઓ ઉભી થઈ હતી. અમેરિકા સહિત ઘણા દેશોએ હુવાવે પર આરોપ લગાવ્યો હતો કે આ કંપની પોતાના ડેટા ચીનની સરકારને આપે છે. હુવાવેએ પહેલા એ પણ દાવો કર્યો હતો કે જો તેને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવશે તો તેનાથી દેશમાં ૫ય્ સેવાઓને શરુ થવામાં ૨ થી ૩ વર્ષ વધારે લાગી શકે છે.
હુવાવે પહેલા ૫૦ કોમર્શિયલ ૫ય્ કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહી છે. જેમાંથી ૨૮ યુરોપ, ૧૧ મિડલ ઇસ્ટ, ૬ એશિયા-પેસિફિક, ૪ નોર્થ અમેરિકા અને ૧ આફ્રિકામાં સામેલ છે.