Western Times News

Gujarati News

અમદાવાદના બે વકીલોને 7 હજાર ચુકવવા રેલવેને ગ્રાહક તકરાર નિવારણનો હુકમ

અમદાવાદના બે વકીલો દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં રેલવે સામે કરાઈ હતી ફરીયાદ

ટ્રેન પ કલાક લેઈટ થતાં ટિકીટની રકમ સહીત ૭ હજાર ચુકવવા રેલવેને હુકમ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બે એડવોકેટ દ્વારા ટ્રેન વિલંબ થવાને લઈને જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં રેલવે સામે ફરીયાદ દાખલ કરી હતી. આ ફરીયાદમાં જેમાં શારીરિક અને માનસીક ત્રાસ પેટે પ૦ હજાર રૂપિયા વળતર આપવા એડવોકેટ માગ કરી હતી. ગ્રાહક તકરાર નિવારણ કમીશને અરજદાર અને રેલવેની રજુઆતો સાંભળીને ૭ મહીનામાં ચુકાદો આપતા ૯ ટકાના વ્યાજ સાથે ટીકીટની રકમ અને કુલ ૭ હજાર રૂપિયા ૩૦ દિવસમાં રેલવે અરજદારને ચુકવવા હુકમ કર્યો હતો.

અમદાવાદના બે એડવોકેટ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉજૈજન ગયા હતા જયાંથી પરત અમદાવાદ ટુ ટીયર એ.સી.ની બે ટીકીટ બુક કરાવી હતી. અમદાવાદમાં કોર્ટનું કામકાજ હોવાથી પરત આવવા તેઓ નિયત સમયે ઉજૈજન રેલવે સ્ટેશન પહોચી ગયા હતા. જયાં જાણવા મળ્યું હતું કે, ટ્રેન ર કલાક મોડી ચાલી રહી છે.

ત્યારબાદ પ કલાક મોડી ચાલી રહી હોવાનું ઓનલાઈન જાણવા મળ્યું હતું. બીજે દિવસે કોર્ટનું કામકાજ હોવાથી લગભગ ર.૪પ કલાક જેટલો સમય રાહ જોયા બાદ અરજદારે બીજી ટ્રેનના જનરલ ડબાની ટીકીટ લેવી પડી હતી. જેમાં ઉભા ઉભા ૭ કલાક મુસાફરી કરીશને તેઓ સવારે અમદાવાદ પહોચ્યા હતા. ટ્રેન લેટ પડી હતી અને તેને લઈને એડવોકેટ દ્વારા રેલવે પાસે ટીકીટનું રીફંડ માંગ્યું હતું.

જોકે આ માગ રેલવેએ નકારી નાખતા જણાવ્યું હતું કે, તેમને મોડી પડેલી ટ્રેનમાં મુસાફરી કરી હતી. સામે અરજદારે કહયું હતું કે, સીટી ખાલી હોય તો ટીસી અન્યને બેસવા દેતા હોય છે. અરજદારને ટીકીટના પૈસા રીફંડના કરતા તેને રેલવેને લીગલ નોટીસ આપી હતી. બાદમાં પ૦ હજારનો દાવો અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં રેલવે સામે કર્યો હતો. જેમાં ટીકીટ સ્ટેટસ વગેરે પુરાવા કમીશન સમક્ષ મુકાયા હતા.

રેલવેએ કમીશન સમક્ષ તેની દલીલોમાં જણાવ્યું હતું કે ટ્રેન કેન્સલ થઈ નહોતી તે લેટ આવી હતી. વળી ટ્રેન ઉજજૈન સ્ટેશન ઉપર આવે તે પહેલા અરજદારોએ અન્ય ટ્રેન પકડી લીધી હતી. ઉજજેનથી અમદાવાદ ટ્રેન ફકત ર.૧૯ કલાક લેટ પહોચી હતી. રેલવેએ એમ પણ જણાવ્યું હતું કે, ટ્રેન સમયસર આવશે કે જશે તેની કે તેનાથી ગ્રાહકને થતાં નુકશાનની જવાબદારી રેલવે લેતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.