અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા
નવી દિલ્હી, સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ખૂબ જ ગરમી પડી રહી છે. આ વર્ષે ગરમીએ અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ હજ યાત્રીઓના જીવ લીધા છે. આમાં મોટી સંખ્યામાં ભારતીય હજ યાત્રીઓનો સમાવેશ થાય છે જેઓ થોડા સમય પહેલા હજ માટે સાઉદી અરેબિયા ગયા હતા.
સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહદ અલ-જલાઝેલે રવિવારે જણાવ્યું હતું કે આ વર્ષની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧,૩૦૧ લોકોના મોત થયા છે.
રાજ્ય ટેલિવિઝનએ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે “પર્યાપ્ત આશ્રય અથવા આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરી કરવાને કારણે” યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા.મૃતકોમાં ઘણા વૃદ્ધ લોકો અને લાંબી બીમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે લગભગ ૮૩ ટકા મૃત્યુ એવા લોકોમાં થયા છે જેમને તીર્થયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં ઉનાળાનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી.શુક્રવારે માહિતી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે હજ યાત્રા દરમિયાન ૯૮ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે.
વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું છે.ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ૧ લાખ ૭૫ હજાર શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન ૧૮૭ ભારતીય નાગરિકોના મોત થયા હતા.ઇસ્લામના પાંચ સ્તંભોમાં હજને મુખ્ય સ્તંભ ગણવામાં આવે છે. શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. એવું માનવામાં આવે છે કે હજ કરવાથી મુસ્લિમ લોકોના તમામ પાપો ધોવાઇ જાય છે અને વ્યક્તિ પવિત્ર બનીને મક્કા પરત ફરે છે.SS1MS