Western Times News

Gujarati News

સુવર્ણ મંદિર પરિસરમાં યોગ કરવા બદલ વડોદરાની ફેશન ડિઝાઇનર સામે કેસ દાખલ

વડોદરા, વિશ્વભરમાં તારીખ ૨૧ જૂનના રોજ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહીં હતી. તેવામાં વડોદરાની ફેશન ડિઝાઇનરે અમૃતસર ખાતે યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સુવર્ણ મંદિર પરિસરમાં પોતાના પ્રવાસ દરમિયાન યોગના આસન કર્યા હતા. જેમાં સિરસાસન અને પદમાસન કરતી તસ્વીર તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા ભારે વિવાદ સર્જાયો હતો.

અમૃતસરમાં શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ આ મામલે યુવતીની સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. બીજી તરફ કેટલાક લોકો દ્વારા તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવાની શરૂ થઇ ગઇ હતી. ગભરાયેલી યુવતીએ આ મામલે માંફી માંગતો વિડીયો પણ શેર કર્યાે હતો.

આ અંગેની વડોદરા પોલીસને જાણ થતાં તેને ખાસ પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. વડોદરાની ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણા ગત તા. ૧૯ના રોજ દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ત્યારબાદ તે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચી હતી.

જ્યાં તેને યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ કર્યા હતા. આ દરમિયાન તેણે સિરસાસન અને પદમાસન કરતી તસ્વીર તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

જેને લઇને ભારે વિવાદ સર્જાયો અને અમૃતસર શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ આ પોસ્ટને લઇ ગંભીર ટીકા કરી તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ અર્ચના દ્વારા કમિટીની માફી માગતો એક વીડિયો પોસ્ટ કર્યાે છે. અને તે બે હાથ જોડીને કહે છે કે, યોગને પ્રોત્સાહન આપવા માટે મેં આ કર્યું હતુ, કોઇ પણ ધર્મની કે વ્યક્તિની લાગણી દુભાઇ તેવો મારો કોઇ આશ્ય ન હતો અને જો તેમ છતાં કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.