સ્પ્રાઇટ એગ્રોનો રૂ. 44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂનથી ખૂલ્યો
અમદાવાદ, કૃષિ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ગ્રીન હાઉસ ટેક્નોલોજીના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત સ્પ્રાઇટ એગ્રો લિમિટેડના રૂ. 44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂન, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે. આ ઇશ્યૂ થકી એકત્રિત થયેલા ફંડ્સનો કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે.
રાઇટ્સ ઇશ્યૂના શેર્સ 21 જૂન, 2024ના રોજ શેરદીઠ રૂ. 45.69 ના બંધ ભાવની સરખામણીએ શેરદીઠ રૂ. 13.4ની કિંમતે ઓફર કરવામાં આવ્યા છે. રાઇટ્સ ઇશ્યૂ 12 જુલાઈ, 2024ના રોજ બંધ થશે.
કંપની ઇક્વિટી શેર દીઠ રૂ. 13.4ની કિંમતે (ઇક્વિટી શેર દીઠ રૂ. 12.4ના પ્રીમિયમ સહિત) કેશમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 3,34,84,611 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 44.87 કરોડ થાય છે. સૂચિત ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:15 છે (રેકોર્ડ ડેટ 7 જૂન, 2024ના રોજ લાયક ઇક્વિટી શેરધારકો પાસે રહેલા દરેક 15 ફુલ્લી-પેઇડ અપ ઇક્વિટી શેર્સની સામે પ્રત્યેક રૂ. 1ના 1 રાઇટ્સ ઇક્વિટી શેર). રાઇટ્સ એન્ટાઇટલમેન્ટના ઓન માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ, 2024 છે.
રૂ. 44.87 કરોડની ઇશ્યૂમાંથી મળનારી રકમ પૈકી કંપની રૂ. 34.15 કરોડની રકમ કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે તથા રૂ. 10.32 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાની દરખાસ્ત કરે છે.
1994માં સ્થપાયેલી સ્પ્રાઈટ એગ્રો લિમિટેડ અગાઉ ટાઈન એગ્રો લિમિટેડ તરીકે જાણીતી હતી. કંપની કૃષિ અને વનસંવર્ધન કામગીરી સાથે સંકળાયેલી છે. કંપની માલિકીના અને/અથવા ભાડે લીધેલા ખેતરોમાં વિવિધ કૃષિ અને વનીકરણ પાકો, બાગાયતી પાકો, ગ્રીનહાઉસ, નેટ હાઉસ, ઔષધીય અને સુગંધિત છોડનું વાવેતર કરે છે, ઉગાડે છે, ખેતી કરે છે, ઉત્પાદન કરે છે અને સંવર્ધન કરે છે.
કંપની ઉત્પાદક, આયાતકાર અને નિકાસકાર, જથ્થાબંધ વેપારી, રિટેલ વેપારી અને તમામ પ્રકારની કૃષિ અને અન્ય ચીજવસ્તુઓના ટ્રેડર તરીકે કામ કરે છે. કંપની 16 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 8,000થી વધુ ખેડૂતો સાથે સંકળાયેલી છે.
કંપની ખાદ્ય અને કૃષિ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી કંપની બનવાનું વિઝન ધરાવે છે, જે શ્રેષ્ઠતા, ટકાઉપણા અને સામાજિક જવાબદારી માટે પ્રખ્યાત છે. અમે એવા ભવિષ્યની કલ્પના કરીએ છીએ જ્યાં દરેકને સલામત, સ્વસ્થ અને પોસાય તેવું ભોજન મળે અને કૃષિ પર્યાવરણીય કારભારી અને આર્થિક વિકાસનું ચાલકબળ હોય.
કંપનીએ આવકમાં 500 ટકા અને ચોખ્ખા નફામાં 281 ટકાના 3 વર્ષના સીએજીઆર સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 72.59 કરોડની આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2022-23માં રૂ. 7.7 કરોડની આવકની સરખામણીએ આઠ ગણો વધારો દર્શાવે છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11.62 કરોડ રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાલામાં રૂ. 1.02 કરોડના ચોખ્ખા નફા કરતાં 10 ગણો વધારો દર્શાવે છે.
માર્ચ 2024ના મહિનામા કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ શેર્સ ઇશ્યૂ કર્યા હતા અને રૂ. 10ની ફેસ વેલ્યુના શેરનું રૂ. 1ની ફેસ વેલ્યુના શેરમાં વિભાજન પણ કર્યું હતું. કંપની નવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરીને અને વ્યૂહાત્મક ભાગીદારી કરીને વૈશ્વિક વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છે. આ પ્રયાસો દ્વારા અમે મજબૂત વિતરણ નેટવર્ક બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જેનાથી અમે અમારી ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સને વ્યાપક ગ્રાહકો સુધી લઈ જઈ શકીશું.
વૈશ્વિક સ્તરે અમારી હાજરીને વિસ્તૃત કરીને અમે માત્ર અમારા વ્યવસાયને વધારવા માટે જ નહીં પરંતુ વિશ્વભરના નવા ગ્રાહકો અને સમુદાયો સાથે ટકાઉપણા, સમુદાય સમર્થન અને નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ શેર કરવા માગીએ છીએ. આ વિસ્તરણ આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા, ખાદ્ય સુરક્ષાને વધારવા અને વધુ લોકોને સલામત, સ્વસ્થ અને પોસાય તેવા ખોરાકની એક્સેસ મળે તે સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે.