Western Times News

Gujarati News

અમદાવાદના યુવકે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું ગેરકાયદે વેબસાઈટ પર પ્રસારણ કરાવ્યું હતું

કેનેડાના શુભમ પટેલે સ્ટ્રીમીંગ માટેનો ડેટા છ લાખ રૂપિયામાં ઉંઝામાં રહેતા દિવ્યાંશુ ભોગીલાલ પટેલને આપ્યો હતો.

ઉંઝાના દિવ્યાંશુ પટેલ પાકિસ્તાનના અઝહર સાથે મળી ક્રિકેટ મેચનો સટ્ટો રમાડ્યો હતો

અમદાવાદ, ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પાકિસ્તાનના અઝહર નામના વ્યક્તિ સાથે ઉંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમીંગ કરી હોવાનું સાયબર ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું છે.

સાયબર ક્રાઈમ દ્વારા ઉંઝાના દિવ્યાંશુ પટેલ અને અમદાવાદનો આકાશ ગીરીની ધરપકડ કરીને તપાસ કરતાં બહાર આવ્યું છે કે, ડીઝની-હોટસ્ટાર પર પ્રસારણ થતી મેચોનું ગેરકાયદેસર સ્ટ્રીમીંગ વેબસાઈટ ઉપર કરાવીને ર૧ બેન્કોના ખાતામાં મોટાપાયે સટ્ટો રમાડતો હતો જે કેનેડા, લંડન, પાકિસ્તાન સહિત વિદેશોમાંથી કરાતું હતું. આરોપીઓ દ્વારા વેબસાઈટમાં સંપર્ક કરવા માટે ર૧ મોબાઈલ નંબરો અપાયા હતા.

જે નંબરો વેબસાઈટ માં પેમેન્ટના ઓપ્શનમાં વિવિધ બેન્કના એકાઉન્ટો આપવામાં આવ્યા હતા. આ બેન્ક એકાઉન્ટોનું કેનેડામાં રહેતા શુભમ પટેલ નામના વ્યક્તિના કહેવા પ્રમાણે વેબસાઈટ ડેવલોપીંગમાં કરાયું હતું. કેનેડા શુભમ પટેલે સ્ટ્રીમીંગ માટેનો ડેટા છ લાખ રૂપિયામાં ઉંઝામાં રહેતા દિવ્યાંશુ ભોગીલાલ પટેલને આપ્યો હતો.

પકડાયેલા આરોપી દિવ્યાંશુ પટેલ ગેરકાયદેસર સ્ટ્રીમિંગની ગુનાહિત પ્રવૃત્તિ માટે ઘણા બધા વિદેશી નાગરિકો સાથે સંપર્કમાં હોવાનું તપાસ બહાર આવ્યું છે. આરોપી દિવ્યાંશુના વોટ્‌સએપ ચેટિંગ હિસ્ટ્રી તપાસ કરતાં હાલ ફરાર થયેલો હર્ષ નામના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. જે હર્ષ મોબાઈલ ફોન બંધ કરીને નાસી ગયો છે.

સાયબર ક્રાઈમે હર્ષના મોબાઈલની તપાસ કરતાં કેટલાક આરોપીઓ વિદેશમાં રહી આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય ઈન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યા છે. આરોપી દિવ્યાંશુ અને હર્ષના મોબાઈલની તપાસ કરતા પાકિસ્તાનના અઝહર નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી ભારત વિરૂદ્ધ પાકિસ્તાનની મેચનું ગેરકાયદેસર સ્ટ્રીમીંગ કર્યું હતું. પાકિસ્તાનના અઝહર નામના વ્યક્તિને વેબસાઈટ સાથે લીંક કરેલ બેન્ક એકાઉન્ટોમાં બે કરોડ રૂપિયાથી વધુ રકમના ટ્રાન્ઝેકશનો બહાર આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.