Western Times News

Gujarati News

વડોદરામાં TVS કંપનીના શોરૂમ મેનેજરની ૩.પ૬ લાખની ઠગાઈ

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરાના માંજલપુર વિસ્તારમાં યુવી ટીવીએસ કંપનીના શો-રૂમના મેનેજરે ગ્રાહકો પાસેથી ટુ-વ્હીલરની સર્વિસના નાણાં લઈને કંપનીમાં જમા નહીં કરાવીને કંપની સાથે ૩.પ૬ લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા યુવી ટીવીએસ કંપનીના શો-રૂમના જનરલ મેનેજર હર્ષદ ઠક્કર (ઉ.૩૩)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧ ઓગસ્ટ ર૦ર૩થી ૯ માર્ચ ર૦ર૪ સુધીમાં ટીવીએસ કંપનીના સિંધવાઈ માતા રોડ પર આવેલા સર્વિસ સેન્ટરના મેનેજર ભાવિક પ્રવિણચંદ્ર શાહ (રહે.શાંતિકુંજ સોસાયટી, દીપ ચેમ્બર રોડ, માંજલપુર, વડોદરા) કંપનીમાં ટુ-વ્હીલરની સર્વિસ કરાવવા આવતા ગ્રાહકોના સર્વિસ કરેલા ટુ-વ્હીલરના બિલના નાણાંની રકમ યુવી ટીવીએસ કંપનીના સર્વિસ સેન્ટરમાં જમા કરાવી નહોતી.

તેઓએ મેનેજર પદનો દુરૂપયોગ કરીને અંદાજે ૧,પ૮,ર૭૧ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી તેમજ સર્વિસ સેન્ટર આવતા ૧૦ જેટલા ગ્રાહકના પર્સનલ નંબર મેળવીને ગ્રાહકોના મોબાઈલ પર ફોન કરીને વિશ્વાસમાં લીધા હતા અને યુવી ટીવીએસ કંપનીના નામે ટુ-વ્હીલર ગાડી સર્વિસ તેમજ ગાડીમાં નવા સ્પેરપાટ્‌ર્સ નાંખવાના બહાને ગ્રાહકો પાસેથી પર્સનલ એકાઉન્ટમાં ૧,૯૮,૬૦૦ રૂપિયા લીધા હતા.

આમ યુવી ટીવીએસ કંપની સાથે કુલ ૩,પ૭,૮૭૧ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે મેં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.