દક્ષિણ કોરિયાના લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભયાનક આગ
દક્ષિણ કોરિયા, લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગથી આવતા ધુમાડાને કારણે, હ્વાસેઓંગ અધિકારીઓએ ઘણી સલાહ આપી છે અને લોકોને ઘરની અંદર રહેવા અને તેમની બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે.
દક્ષિણ કોરિયામાં સોમવારે લિથિયમ બેટરી પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગમાં લગભગ ૨૨ લોકોના મોત થયા હતા અને ૮ અન્ય લોકો ઘાયલ થયા હતા. અલ જઝીરાના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
શરૂઆતમાં ૧૬ કામદારોના મૃત્યુ અને ત્રણ ઘાયલ થયા હોવાના અહેવાલ હતા, પરંતુ દક્ષિણ કોરિયાના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તેઓને સિયોલથી ૪૫ કિમી દક્ષિણે આવેલા હ્વાસેઓંગની ફેક્ટરીમાં ૨૨ મૃતદેહો મળ્યા છે.
અહેવાલો અનુસાર, મૃતકોમાં એક લાઓશિયન અને ૧૮ ચીની કામદારોનો સમાવેશ થાય છે. કોર્પાેરેટ અધિકારીઓ પાસેથી મળેલી માહિતીને ટાંકીને ફાયર ઓફિસર કિમ જિન-યંગે જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બાકીના મૃત કર્મચારીઓ કયા દેશના હતા.પોલીસના જણાવ્યા અનુસાર દક્ષિણ કોરિયાની બેટરી ઉત્પાદક કંપની એરિસેલના પ્લાન્ટમાં સવારે ૧૦ઃ૩૦ વાગ્યે આગ લાગી હતી. બપોરના ૩ વાગ્યા બાદ તેને કાબુમાં લેવામાં આવ્યો હતો.
દક્ષિણ કોરિયા લિથિયમ બેટરીનો મુખ્ય નિકાસકાર છે અને તે એસકે ઓન, એલજી એનર્જી સોલ્યુશન અને સેમસંગ એસડીઆઈ સહિતની સેક્ટરની મોટી કંપનીઓનું ઘર છે.દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે અધિકારીઓને ‘લોકોની શોધ અને બચાવ પર ધ્યાન કેન્દ્રિત કરવા’ તમામ કર્મચારીઓ અને સાધનોને એકત્ર કરવા સૂચના આપી છે.
રાષ્ટ્રપતિ કાર્યાલયે આ માહિતી આપી.લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગના કારણે આવતા ધુમાડાને કારણે, હવાસેઓંગના અધિકારીઓએ ઘણી સલાહ આપી છે અને લોકોને ઘરની અંદર રહેવા અને તેમની બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે.
થર્મલ રનને કારણે ઇલેક્ટ્રિક કાર, લેપટોપ અને ફોન જેવા ઉપકરણોની બેટરી વિસ્ફોટ અથવા આગ પકડે છે. આવું ત્યારે થાય છે જ્યારે લિથિયમ બેટરી વધુ ગરમ થાય અથવા પંચર થઈ જાય.SS1MS