Western Times News

Gujarati News

જુલિયન અસાંજે ૧૯૦૧ દિવસ બાદ બ્રિટિશ જેલમાંથી છૂટ્યા

વોશિંગ્ટન, વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટિશ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેને ૧૯૦૧ દિવસ પછી સોમવારે બેલમાર્શ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયામાં તેના ઘરે જવા રવાના થયો હતો.તેની મુક્તિની માહિતી આપતા વિકિલીક્સે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે જુલિયન અસાંજે જેલમાંથી બહાર આવી ગયા છે.

તેને ૨૪ જૂનની સવારે બેલમાર્શ મેક્સિમમ સિક્યુરિટી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.આ પોસ્ટમાં વિકિલીક્સે કહ્યું કે અસાંજેને લંડન હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.

સોમવારે બપોરે તેને સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો, જ્યાંથી તે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો.જુલિયન અસાંજેની મુક્તિની ઝુંબેશને લઈને વિશ્વમાંથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા વિકિલીક્સે કહ્યું કે આ વૈશ્વિક અભિયાનનું પરિણામ છે, જેમાં વિવિધ સંસ્થાઓ, પ્રેસ સ્વતંત્રતા પ્રચારકો અને રાજકારણીઓએ પણ ભૂમિકા ભજવી છે.

એટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.વિકિલીક્સે કહ્યું કે ૫૨ વર્ષીય અસાંજેને અમેરિકાના રાષ્ટ્રીય અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ગોપનીય દસ્તાવેજો લીક કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

૨૦૧૦માં વિકિલીક્સે અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધ દરમિયાન અમેરિકી સેનાના હજારો ગોપનીય દસ્તાવેજો લીક કર્યા હતા. આને અમેરિકાના સૈન્ય ઈતિહાસમાં સૌથી મોટી સુરક્ષા ખામી તરીકે વર્ણવવામાં આવી હતી.જુલિયન અસાંજે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે ડીલ કરી છે.

આ ડીલ હેઠળ, અસાંજે અમેરિકાના ગોપનીય ડેટાની ચોરી કરવાના આરોપમાં દોષી ઠેરવવા સંમત થયા હતા. આ ડીલ હેઠળ તે અમેરિકામાં જેલમાં જવાનું ટાળી શકશે.અસાંજેના પ્રત્યાર્પણને લઈને સ્વીડન અને અમેરિકા વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન, ૨૦૧૨ માં, અસાંજેએ લંડનમાં ઇક્વાડોર દૂતાવાસમાં આશ્રય માંગ્યો હતો.

ઇક્વાડોર એમ્બેસીએ તેમને રાજકીય રક્ષણ આપ્યું હતું.તે ૨૦૧૨ અને ૨૦૧૯ વચ્ચે લંડનમાં એક્વાડોર એમ્બેસીમાં રહેતો હતો. આ દરમિયાન દૂતાવાસના એક રૂમમાં બંધાયેલા અસાંજે પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. રૂમની દિવાલો પર મળ જેવો પદાર્થ હોવાના સમાચાર અને પોપ સ્ટાર લેડી ગાગા દૂતાવાસમાં તેને મળવાના સમાચારે તેની સમસ્યાઓમાં વધારો કર્યાે.

ઇક્વાડોર સરકાર આનાથી ખુશ નહોતી. દરમિયાન, એક્વાડોરે તેમની પાસેથી રાજકીય રક્ષણ છીનવી લીધું. રક્ષણ છીનવી લેતા જ બ્રિટિશ પોલીસ દૂતાવાસમાં ઘૂસી ગઈ અને આ રીતે ઘણા વર્ષાેના સતાવણી પછી તેની ધરપકડ કરવામાં આવી. તે ૨૦૧૯ થી લંડનની બેલમાર્શ જેલમાં બંધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.