Western Times News

Gujarati News

JSW ગ્રુપે ઓલિમ્પિક ગેમ્સ ખાતે ભારતના 100 વર્ષની ઊજવણી કરવા પેરિસમાં એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું

ગેમ્સમાં ભારતની સફર તથા ઓલિમ્પિક મૂવમેન્ટની ઊજવણી કરતી ઇવેન્ટમાં આઈઓસી પ્રેસિડેન્ટ થોમસ બેક અને ભારતના એમ્બેસડર જાવેદ અશરફ ઉપસ્થિત રહ્યા હતા

પેરિસફ્રાન્સ – જેએસડબ્લ્યુ ગ્રુપે રવિવારે યજમાન શહેર પેરિસમાં ઓલિમ્પિક મૂવમેન્ટના સ્થાપક પિયેર દ કુબર્ટિનના જીવન અને વારસાની ઉજવણી તથા ગેમ્સમાં ભારતની હાજરીના 100 વર્ષની ઊજવણી કરતા એક એક્ઝિબિશનના ઉદ્ઘાટન સાથે ઓલિમ્પિક દિવસની ઊજવણી કરી હતી.

એક્ઝિબિશનને ખુલ્લું મૂકવાના પ્રસંગે જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલ અને ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટના સ્થાપક પાર્થ જિંદાલ સાથે આઈઓસીના પ્રમુખ શ્રી થોમસ બેક, સંસ્કૃતિ પ્રધાન મેડમ રચિદા દાતી, ફ્રાન્સ પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત, માનનીય જાવેદ અશરફ અને પિયેર દ કુબર્ટિન ફેમિલી એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રીમતી એલેક્ઝાન્ડ્રા દ નેવેસીલ તેમની સાથે જોડાયા હતા. આ એક્ઝિબિશન પેરિસના સાતમા એરોન્ડિસમેન્ટના ટાઉન હોલમાં યોજાશે અને સપ્ટેમ્બરમાં પેરિસ 2024 સમર પેરાલિમ્પિક ગેમ્સના અંત સુધી ચાલશે.

આ પ્રસંગે જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલે જણાવ્યું હતું કે, “જેએસડબ્લ્યુ ગ્રુપ પેરિસમાં જિનિયસ ઓફ સ્પોર્ટ એક્ઝિબિશનમાં ‘ઓલિમ્પિક્સમાં ભારતના 100 વર્ષ’ના આયોજનને સમર્થન આપતા ખુશી અનુભવે છે. આ અનોખા એક્ઝિબિશન દ્વારા અમે પિયેર દ કુબર્ટિનના જીવન અને વારસાની તેમજ ભારતની નોંધપાત્ર ઓલિમ્પિક સફર અને સફળતાના 100 વર્ષની ઉજવણી કરીએ છીએ. અમે પિયેર દ કુબર્ટિનની દ્રષ્ટિ અને માન્યતાને શેર કરીએ છીએ કે રમતમાં સરહદો પાર કરીને અને લોકોને શાંતિ તથા મિત્રતાની ભાવનાથી એકસાથે લાવી વિશ્વને અલગ રીતે બદલવાની ક્ષમતા છે. 2024 ઓલિમ્પિક જેએસડબ્લ્યુ ગ્રુપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પેરિસમાં આ એક્ઝિબિશન તેમજ ટીમ ઈન્ડિયાને સમર્થન આપવા બદલ અમને ગર્વ છે.  આ પ્રયાસો દ્વારા અમે ભારતમાં રમતગમતની સંસ્કૃતિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને પોષવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ.”

પિયેર દ કુબર્ટિન ફેમિલી એસોસિએશનના સહયોગથી આ એક્ઝિબિશનમાં છેલ્લી સદીમાં ભારતની ઓલિમ્પિક સફર, ભૂતકાળમાં દેશને મળેલી સફળતા અને ભવિષ્ય પર નજર રાખીને તેના તાજેતરના પુનરુત્થાનનો વિગતવાર રજૂઆતનો સમાવેશ થાય છે.

ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટના સ્થાપક શ્રી પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે ઓલિમ્પિક મૂવમેન્ટનું વિશેષ પ્રદર્શન અને તેમાં ભારતે જે ભાગ ભજવ્યો છે તે માટે અમે પિયેર દ કુબર્ટિન પરિવાર સાથે ભાગીદારી કરવા માટે સન્માનિત છીએ. અમે વિશ્વની સૌથી મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટની નજીક પહોંચ્યા છીએ અને પેરિસ શહેરમાં કંઈક વધુ કરવાની જેએસડબ્લ્યુમાં અમારી ઈચ્છા હતી. એક દેશ તરીકે અમે પિયેર દ કુબર્ટિનના આદર્શોને આગળ વધારવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ એક શાંતિપૂર્ણ સ્થળ બને અને તે સંદર્ભમાં રમતગમત જે ભૂમિકા ભજવી શકે તે ખૂબ મોટી છે.”

જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સમાં અમારું મિશન છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં ઓલિમ્પિક મૂવમેન્ટને આગળ વધારવી. આગામી મહિને યોજાનારી ગેમ્સમાં ટીમ ઈન્ડિયાના ભાગ રૂપે 30 જેટલા એથ્લેટ ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટનું પ્રતિનિધિત્વ કરશે અને અમારો પ્રયાસ છે કે દરેક નવા ઓલિમ્પિક સાથે આ સંખ્યામાં વધારો થતો રહે. આર્થિક શક્તિ તરીકે ભારતનો ઉદય સ્પષ્ટ છે પરંતુ રમત દ્વારા જ દેશનો સોફ્ટ પાવર સાચા અર્થમાં પ્રદર્શિત થાય છે અને અમે આને સાકાર કરવામાં અમારી ભૂમિકા ભજવીશું.

આઇઓસીના પ્રમુખ શ્રી થોમસ બેકે જણાવ્યું હતું કે, “આ ભવ્ય એક્ઝિબિશનને કારણે લોકો આશ્ચર્યજનક અને અનેક પ્રતિભાઓ ધરાવતા માણસને વારંવાર શોધી શકશે અને તેના કાર્યની મર્યાદાને માપી શકશે. ફ્રાન્સ અને ફ્રેન્ચ લોકોને પિયેર દ કુબર્ટિન જેવા દેશબંધુ મળ્યાનો ગર્વ છે. રમત દ્વારા શાંતિપૂર્ણ સ્પર્ધામાં વિશ્વને એક થવાનો સંદેશ આપનારા એક સ્વપ્નદ્રષ્ટાનો સંદેશ આજે પણ વધુ મજબૂત રીતે ગુંજી ઉઠે છે.”

પ્રજાસત્તાક ફ્રાન્સમાં ભારતના રાજદૂત માનનીય જાવેદ અશરફે આ એક્ઝિબિશનને રજૂ કરવા માટે જેએસડબ્લ્યુ ગ્રુપનો આભાર માન્યો હતો. આ એક્ઝિબિશન 10 સપ્ટેમ્બર સુધી ચાલશે અને જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.