Western Times News

Gujarati News

25 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ કટોકટી સમયના કાળા કાયદા સામે જોરદાર લડત આપી હતી

ઇમરજન્સી વખતે નરેન્દ્ર મોદીની ઉંમર 25 વર્ષ હોવા છતાં તેમનાં સંગઠનના કૌશલ્યો સાળે કળાએ ખીલી ઊઠયાં હતાં

કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદીએ સરદારજીનો પહેરવેશ ધારણ કરીને પોલીસને થાપ આપી હતી. ઇમરજન્સી વિરુદ્ધ લોકોમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાવવા માટે ઇમરજન્સી વિરુદ્ધના સાહિત્યને છપાવવા- ફેલાવવા સહિતના અનેક કામનું સંક્લન કર્યું હતું.

ઈમરજન્સીના કાળા દિવસનાં સ્મરણો

25 જૂન-1975 એ કાળમુખો દિવસ હતો જ્યારે ઈન્દીરા ગાંધી સરકારે વિશ્વની સૌથી મોટી લોકશાહી ઉપર કટોકટી (ઇમરજન્સી) લાદી હતી. લોકશાહીનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો ખતમ કરી દેવાયા હતા. ભારતની આઝાદીના સાત દાયકામાં આ ગાળો સૌથી અંધકારમય હતો.

આ સમયગાળા દરમિયાન આરએસએસના 20 વર્ષિય એક યુવાન પ્રચારક અને પોતાના અપવાદરૂપ સંગઠનાત્મક કૌશલ્યો માટે જાણીતા એવા નરેન્દ્ર મોદીએ આ ડ્રેકોનિયન કાળા કાયદા સામે લડત આપવામાં અસાધારણ ભૂમિકા ભજવી હતી.

તે સમયે મોટાભાગના સિનિયર નેતાઓ જેલમાં હોવાથી ઇમરજન્સી વિરુદ્ધની ચળવળમાં એકબીજાનું સંકલન કરવાની સઘળી જવાબદારી નરેન્દ્ર મોદીના ખભે આવી પડી હતી અને તેમને પોલીસના હાથે પકડાયા વિના આ જવાબદારી નિભાવવાની હતી.

જયપ્રકાશ નારાયણે રાષ્ટ્રીય સ્તરે રચેલી લોક સંઘર્ષ સમિતિના ગુજરાત ખાતેના જનરલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરી હતી. તેમણે ઇમરજન્સી વિરુદ્ધનું તમામ સાહિત્ય છપાવવાની, તેને પ્રસિદ્ધ કરાવવાની, તેનું વિતરણ કરવાની, સત્યાગ્રહનું આયોજન કરવાની, ગુજરાતમાંથી પસાર થનારા રાષ્ટ્રીય નેતાઓ માટે રોકાણની વ્યવસ્થા કરવાની, જેલમાં ગયેલા નેતાઓના પરિવારોની દેખરેખ રાખવાની અને સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં આંદોલનને સળગતું રાખવા જેવી અત્યંત મહત્વની જવાબદારીઓ નરેન્દ્ર મોદીને સોંપી હતી.

જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડયા એ દિવસોને યાદ કરતાં કહે છે કે “એક મિટિંગમાં હું પોતે, નરેન્દ્ર મોદી, આરએસએસના સિનિયર કાર્યકર્તા કેશવરાવ દેશમુખ, લક્ષ્મણરાવ ઇનામદાર, શંકરસિંહ વાઘેલા અને નાથાલાલ ઝઘડા હાજર રહ્યા હતા.

એ મિટિંગમાં અમારા પૈકીના પ્રત્યેકને સાહિત્ય, સંગઠન અને પ્રતિરોધ સંબંધી જવાબદારીઓ સોંપાઇ હંતી, પરંતુ કમનસીબે નરેન્દ્ર મોદી અને નાથાલાલ ઝઘડા સિવાયના બાકીના અમારા સૌની ધરપકડ થઇ હતી. વિવિધ સાહિત્ય અને પ્રકાશનોનું સંકલન કરવાની, વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવાની અને સંગઠનને જીવંત રાખવાની જવાબદારી મોદીના માથે આવી પડી હતી”.

ઇમરજન્સીના એ બે વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીની ઉંમર ફક્ત 25 વર્ષની હોવા છતાં તેમના સંગઠનાત્મક કૌશલ્યો સોળે કળાએ ખીલી ઊઠયાં હતાં. નરેન્દ્ર મોદીએ પોલીસથી બચવા સરદારજી અને સાધુનો વેશ ધારણ કર્યો હતો.

એ દિવસોમાં આરએસએસના મોટાભાગના કાર્યકરોની ધરપકડો થઇ ચૂકી હતી, તેથી સિનિયર નેતાઓએ નરેન્દ્ર મોદીને ખૂબ સાવચેત રહીને પોલીસ પકડથી બચતા રહેવાની તાકીદ કરી હતી અને તે સાથે તેમને કામને જીવંત રાખવાની પણ જવાબદારી સોંપાઇ હતી.

નવસારીના આરએસએસના કાર્યકર કાંતિભાઇ વ્યાસ એ દિવસોને યાદ કરતાં કહે છે “ઇમરજન્સી દરમિયાન આરએસએસના લગભગ તમામ પ્રચારકોની ધરપકડ કરવાનાં વોરંટ સરકારે જારી કરી દીધાં હતાં, પરંતુ નરેન્દ્ર મોદી સહિતના તે તમામ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જો કે આરએસએસના કેશવરાવ દેશમુખ અને

લક્ષ્મણરાવ ઇનામદાર જેવા વરિષ્ઠ કાર્યકરોની ધરપકડ થઇ ચૂકી હંતી. નરેન્દ્ર મોદી સરદાર સહિતના વિવિધ વેશ ધારણ કરીને પોતાની ધરપકડ ટાળતા રહ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં ફરી ફરીને આંદોલનને જીવંત રાખ્યું હતું”. ઘણીવાર તો તે સાધુના વેશમાં ફરતા હતા. મોદીના એક જૂના સાથીદારે કહ્યું હતું કે “તે સમયે તેમના માટે પણ મોદીને ઓળખવા મુશ્કેલભર્યું લાગ્યું હતું તો પછી પોલીસની શી વિસાત”?

વિષ્ણુ પંડયાએ કહે છે કે “એક્વાર તો મોદીએ જેલમાં તેમના સાથીદારોની મુલાકાત લેવામાં હદ કરી નાખી હતી. 200 કાર્યકર્તાઓની સાથે મને ભાવનગરની જેલમાં નાખવામાં આવો હતો. 1976ના સપષ્ટેમ્બર મહિનામાં એક દિવસ મોદી સાધુના વેશમાં જેલમાં પ્રવેશ્યા હતા અને કેટલાંક સિનિયર કાર્યકર્તાઓ સાથે લગભગ એક કલાક વિતાવ્યો હતો અને ઇમરજન્સી વિરુદ્ધની લડતના જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી હતી, પરંતુ કોઇને જરા સરખી પણ શંકા ગઇ નહોતી કે સાધુના વેશમાં નરેન્દ્ર મોદી હતા”.

કચ્છના હિરણભાઇ મૂળજીભાઇ ખદાનીએ પણ એ દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે “ઇમરજન્સીના દિવસોમાં નરેન્દ્ર મોદી પઠાણના વેશમાં અને અગરબત્તી વેચનારા સેલ્સમેનના વેશમાં અવાર-નવાર મારી મુલાકાત લેતા હતા”. નરેન્દ્ર મોદીએ પોતાની સમય સૂચકતા અને હોંશિયારી અને જાગૃતતાના કારણે અનેકવાર પોલીસને થાપ આપી હતી.

જેના પિતા અમદાવાદ ખાતે જનસંઘના એક વરિષ્ઠ નેતા હતા એ રોહિત અગ્રવાલે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “ઇમરજન્સી વિરુદ્ધના આંદોલન દરમિયાન નરેન્દ્ર મોદીએઅમદાવાદની મુલાકાત લીધી હતી અને તેમના ઘરે રોકાયા હતા. કોઈ એક ચોક્કસ દિવસે નરેન્દ્ર મોદી એક શીખ યુવાનનો વેશ ધારણ કરી ઘરની બહાર નીકળવાની તેયારી જ કરી રહ્યા હતા કે પોલીસની એક ટુકડી ત્રાટકી, પરંતુ તે દરમિયાન નરેન્દ્રમોદી ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે એક પોલીસ ઓફિસરે તેમને રોકીને પૂછ્યું હતું તમે જાણો છો કે નરેન્દ્ર મોદી નામનું કોઇ અહીં રહે છે ?

મોદીજી થોડા શાંત રહ્યા અને પોલીસ અધિકારીને કહ્યું હતું કે તેમને કશી ખબર નથી તેથી તેમણે આ વિસ્તારના બીજા ઘરોમાં તપાસ કરવી જોઇએ. પોલીસની ટીમે તેની વ્યર્થ તપાસ ચાલું રાખી અને મોદીજી ખૂબ જ વિશ્વાસપૂર્વક પોતાના વેશને જાળવી રાખી શાંતિથી ઘટનાસ્થળૈથી ફરાર થઇ ગયા હતા” એમ અગ્રવાલે કહ્યું હતું.

જ્યારે નરેન્દ્ર મોદી ઇમરજન્સી વિરુદ્ધના સાહિત્યને લઇને રિક્ષામાં ફરતા હતા તે પ્રસંગને યાદ કરતાં અમદાવાદના આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલ કહે છે કે “એકં વખત પોલીસે રિક્ષાને રોકીને પૂછપરછ કરતાં સાવચેત થઈ ગયેલા મોદીજીએ કહ્યું હતુ કે તે સ્થાનિક યુનિવર્સિટીના વહિવટીતંત્ર સાથે કામ કરે છે અને તે અત્યારે પરીક્ષાનાં પેપરો લઇ તે જઇ રહ્યા છે. જો વિશ્વાસ ના હોય તો બંડલ ખોલીને જોઇ શકો છો. અલબત્ત પરીક્ષાનાં પેપરો ગોપનીય હોવાથી પોલીસે પેપરતું બંડલ ખોલવું હોય તો યુનિવર્સિટી જઇને

યુનિવર્સિટીના અધિકારીઓને જાણ કરવી પડે અને કારણોની સ્પષ્ટતા કરવી પડે. પોલીસે આ માથાકૂટમાં નહીં પડવાનું મુનાસિબ માન્યું અને પેપરનાં બંડલોને સ્પર્શ કરવાનું ટાળ્યું અને મોદીજીને જવા દીધા. એ દિવસે મોદીજી સરળતાથી છટકી ગયા હતા.”

નરેન્દ્ર મોદી તેમની ચાલાકી. ચબરાકી અને સમયસૃચકતાના કારણે ઇમરજન્સીના સમગ્ર બે વર્ષ દરમિયાન પોલીસ ધરપકડથી બચી શક્યા હતા. ‘એ દિવસોમાં પોલીસ પણ બાજ નજર રાખી રહી હતી. તે સમયે નરેન્દ્ર મોદી કોઇને ફોન નંબર આપતા ત્યારે પણ ભારે ચુપકીદીથી આપતા. એ દિવસોમાં ફોનના નંબર ફક્ત પાંચ આંકડાના જ હતા, તેથી મોદીજી અમને વિશેષ સૂચના આપતાં કે જ્યારે પણ કોઇને નંબર આપો ત્યારે ફક્ત છેલ્લાં બે આંકડા જ કહેવાના’ એમ અમદાવાદના આરએસએસના પ્રચારક દેવાંગ લાખિયાએ કહ્યુ હતું.

પોલીસ ધરપકડથી બચવા નરેન્દ્ર મોદી હંમેશા જુદા જુદા વેશ અને અલગ અલગ નામ ધારણ કરતાં અને તેમનાં વિવિધ નામો પૈકી એક નામ હતું બટુકભાઇ. ઇમરજન્સી વ્રિદ્ધના સાહિત્યનું પ્રકાશન અને વિતરણ એ દિવસોમાં જાહેરસભાઓ ભરવી શક્ય નહોતી અને પ્રસાર માધ્યમો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી તેથી   ઇમરજન્સી વિરુદ્ધ લોકોમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાવવાનો સૌથી મોટો આધાર ઇમરજન્સી વિરુદ્ધના સાહિત્ય ઉપર રહેલો હતો.

આ સંજોગોમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઇમરજન્સી વિરુદ્ધના સાહિત્યને છપાવવાના કામનું યોગ્ય સંકલન કર્યું હતું, અંગ્રેજી અને હિન્દીમાં લખાયેલાં ચોપાનિયાના લખાણનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો અને ત્યારબાદ ભારે ગોપનીય રીતે તેનું પ્રિન્ટિંગ કરાવ્યું હતું અને ગુજરાતના ગામડે ગામડે પહોંચી જાય તે સુનિશ્ચિત કર્યું હતું. રાજસ્થાન ભાજપના નેતા કિશોરીલાલ મીણાએ પણ એ દિવસોને યાદ કરતાં કહ્યું હતુ કે “તે જ્યારે ઇમરજન્સી વિરુદ્ધનું સાહિત્ય લેવા ગુજરાત ગયા ત્યારે તે સો પ્રથમવાર નરેન્દ્ર મોદીને મળ્યા હતા”.

એ દિવસોમાં નરેન્દ્ર મોદીની સાથે ખુબ નિકટ રહીને કામ કરનાર પ્રકાશ મહેતા કહે છે કે “નરેદ્ર મોદી આ વાતે સુપેરે વાકેફ હતાં કે બિહાર, કોલકાતા, મદ્રાસ અને ઉત્તર પ્રદેશ જેવા ગુજરાત બહારના સ્થળો સાથે અમદાવાદ રેલ્વે માર્ગ ખુબ સારી રીતે સંકળાયેલું છે, તેથી તેમણે ગુજરાતમાં છપાયેલા ચોપાનિયા અને બુકલેટ્સને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પહોંચાડવા મોદીએ રેલવે માર્ગનો ઉપયોગ કર્યો હતો. તેમણે ત્યાં સુધીની કાળજી લીધી હતી કે આ તમામ સાહિત્ય વિદેશના નેતાઓ અને ભારતની મુલાકાતે આવનારા વિદેશી પત્રકારોના હાથમાં પણ પહોંચે.”

નડિયાદના આરએસએસના કાર્યકર હસમુખ પટેલ એ દિવસોનાં સંસ્મરણોને વાગોળતાં કહે છે કે “નરેન્દ્ર મોદીએ અમને સ્પષ્ટ એવી સૂચના આપી હતી કે આ સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચવું જોઈએ. તેમણે તો મને એવું પણ સૂચન કર્યુ હતું કે આ ચોપાનિયા વાર્ળંદની દુકાનોમાં ચોંટાડી દેવાં કેમ કે ત્યાં સૌથી વધુ લોકોની અવર-જવર રહેતી હતી. તદઉપરાંત તેમણે અમને એવી પણ સૂચના આપી હતી કે આ સાહિત્ય સ્થાનિક ધાર્મિક નેતાઓ અને સાધુસંતો સુધી પણ પહોંચાડવું, જેથી કરીને તેઓના ભક્તો જ્યારે તેમનાં પ્રવચનો સાંભળવા આવે ત્યારે તેઓ લોકોને સાહિત્ય આપી શકે.”

ગુજરાતની મુલાકાત લેનારા રાષ્ટ્રીય નેતાઓને ભૂગર્ભમાં રહેવાની વ્યવસ્થા ઇમરજન્સીના દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવનારા રાષ્ટ્રીય નેતાઓની મુલાકાતોની વ્યવસ્થા કરવાની અતે તેના ઉપર દેખરેખ રાખવાની અતિ મહત્વની જવાબદારી પણ નરેન્દ્ર મોદીના ખભે નાખવામાં આવી હતી.

ઇમરજન્સી વિરુદ્ધના આંદોલનમાં વધુમાં વધુ લોકોના સાથ-સહકાર માટે રાષ્ટ્રીય સ્તરના અગ્રણી નેતાઓ તે સમયે દેશભરનાં વિવિધ રાજ્યોની મુલાકાત લેતા હતા અને તે પૈકીના ઘણા નેતાઓ નિયમિત અંતરે ગુજરાતની મુલાકાતે આવતા હતા. તેઓના પ્રવાસનું યોગ્ય સંકલન કરવું એ સમયે ઘણો મોટો પડકાર હતો કેમ કે આ નેતાઓને પહેલેથી જ પોલીસ રડાર હેઠળ મૂકવામાં આવ્યા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિઝ, નાનાજી દેશમુખ અને દત્તોપંત ઠેંગડી જેવા નેતાઓએ તે સમયે ગુજરાતની મુલાકાત લીધી હતી અને તેઓને ભૂગર્ભમાં રહેવાની સઘળી વ્યવસ્થા નરેન્દ્ર મોદીએ કરી હતી.

પ્રકાશ મહેતા એક પ્રસંગને યાદ કરતાં કહે છે કે “એકવાર નરેન્દ્ર મોદીએ મને એક વ્યક્તિને કોઇપણ પ્રશ્ન પૂછયા વિના અને તેનું નામ પૂછ્યા વિના તેને સ્કૂટર ઉપર કોઇ અજાણ્યા સ્થળે છોડી દેવાની સૂચના આપી હતી. સૂચના મુજબ મેં તે વ્યક્તિને દર્શાવેલા સ્થળે છોડી દીધી હતી. ત્યારબાદ અનેક સપ્તાહ બાદ મને ખબર પડી હતી કે મેં જે વાક્તિને સ્કૂટર ઉપર બેસાડીને છોડી હતી તે રાજ્યસભાના સભ્ય અને ભારતીય મઝદૂર સંઘના નેતા દત્તોપંત ઠેંગડી હતા”.

આણંદના રહીશ નાગરભાઇ ચાવડા પોતાના એક અનુભવનું વર્ણન કરતાં કહે છે કે “મોદીએ તેમને એક વિચિત્ર  કામ સોંપ્યુ હતું. કોઇ નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અતે મુલાકાત પૂરી કરી તે પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ મને તે નેતા સાથે તેમના પુત્ર બનીને મુંબઇ સુધીની મુસાફરી કરવા જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ તેમની આખી યોજના નવેસરથી ઘડી નાખી હતી. મેં તે સમયના એક અગ્રણી નેતા મકરંદ દેસાઈ નેતાના પુત્ર તરીકે મુંબઇ સુધી મુસાફરી કરી હતી.” યાદ રહે મકરંદ દેસાઈ બાદમાં મંત્રી બન્યા હતા.

જેલમાં ગયેલા સંઘના કાર્યકરોના પરિવારોને ટેકો આપવા ખભે ખભા મિલાવી કામ કયું જેલમાં ગયેલા સંઘના કાર્યકરોના પરિવારોને તમામ પ્રકારની મદદ અને રાહત પહોંચાડવી એ આરએસએસ માટે સૌથી મોટો પડકાર હતો, કેમ કે જેલમાં ગયેલા કાર્યકરો પેકી અનેક એવા હતા, જેઓ પરિવારમાં કંમાનાર એક માત્ર સભ્ય હતા. આ જવાબદારી પણ નરેન્દ્ર મોદીના માથે આવી.

આ અંગે વિષ્ણુ પંડ્યા કહે છે “તે સમયે એવા નેક પરિવારો હતા, જેમના માટે એક ટંકના ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ હતી. આ પરિવારોની જરૃરિયાતો પૂરી કરવા જે કોઇ સ્રોત ઉપલબ્ધ હોય તેને એકઠા કરવાની જવાબદારી નરેન્દ્ર મોદી અને નાથાલાલ ઝઘડાને સોંપવામાં આવી હતી. આ પડકારને

પહોંચી વળવા નરેન્દ્ર મોદીએ માલેતુજાર લોકોની મદદ માગી હતી. આ લોકોએ સ્વેચ્છાએ જેલમાં ગયેલા કાર્યકરોના પરિવારોને તમામ પ્રકારનું કરિયાણું પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ પગલાના કારણે જેલમાં ગયેલા સંઘના કાર્યકરોનો નેતિક જુરસો જળવાઇ રહ્યો હતો.”

વલસાડના સંઘના કાર્યકર રાજન ડાહ્યાભાઇ ભટ્ટ એ કપરા સમયમાં નરેન્દ્ર મોદીની એક મુલાકાતને યાદ કરતાં કહે છે “દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે હું તદન યુવાન હતો અતે મારી માતા એકલી હતી. ઘણાં કાર્યકરો અમારી મદદે આવ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદી વિશેષ કરીને અમારી મુલાકાતે આવતા હતા. આ કપરા કાળમા નરેન્દ્ર મોદીએ અમને મદદ કરવા ઉપરાંત અમારા નેતિક જુસ્સાને પણ વધાર્યો હતો અને આ બાબત હજુ મારા દિમાગમાં યથાવત રીતે સચવાયેલી છે.”

વડોદરાનાં લલિતાબેન ઓઝા કહે છે “મારા પિતા 14 મહિના સુધી જેલમાં રહ્યા હતા. નરેન્દ્ર મોદી પ્રત્યેક બીજા દિવસે મારી મુલાકાત લેતાં અને અમારી તમામ સંભાળ લેતાં હતા. અમારે કોઇ કરિયાણાની જરૃર છે એમ પણ તે પૂછતા હતા. તેમણે અમારી પરિવારના એક સભ્યની જેમ કાળજી લીધી હતી”. કટોકટીના દિવસોમાં ગુજરાતમાંથી જેલમાં ગયેલા સંઘના અનેક કાર્યકરોના પરિવારોની નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત મુલાકાત લીધી હોય એવા અનેક ઉદાહરણ મોજૃદ છે.

એકવાર જેલમાં ગયેલા એક કાર્યકરની પત્નીએ મોદી સમક્ષ અત્યંત કપરી કહી શકાય એવી વિનંતી કરી કે તે તેના પતિને તેના હાથે રાંધેલું ભોજન જેલમાં પહોંચાડવા ઇચ્છે છે. મોદીએ એ ભોજન જેલમાં તે કાર્યકર સુધી પહોંચાડવા તમામ પ્રયાસો કર્યા હતા.

વિરોધ પ્રદશનનું આયોજન કરવામાં સરદાર પટેલના પુત્રીને મદદ કરી કટોકટી વિરુદ્ધના આંદોલનમાં સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણિબેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ગુજરાતમાં એક વિરાટ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવાની જવાબદારી પણ નરેન્દ્ર મોદીના માથે હતી. તે સમયે એક સાયકલ રેલીનું આયોજન કરાયું હતું અને મણિબેન પટેલે આ રેલીને લીલી ઝંડી આપી હતી.

કટોકટી વિષે પુસ્તક- સંઘમાં ગજરાત કટોકટી ઠાવી લીધા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું “સંઘર્ષમાં ગુજરાત”. આ પુસ્તકમાં તેમણે કટોકટી વિરુદ્ધ છેડાયેલા આદોલનની પ્રત્યક ઘટના, બનાવ અનેપ્રસંગોનું વિગતવાર વર્ણન કર્યું છે. 1978માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.