અમિતાભ બચ્ચને પ્રભાસના ફૅન્સની માફી માગી
મુંબઈ, ‘કલ્કિ ૨૮૯૮ એડી’ માટે દર્શકોની આતુરતા એટલી વધારે છે કે તેના માટેનું એડવાન્સ બૂકીંગ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ઘણા શો કલાકોમાં જ હાઉસફૂલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના મેકર્સ દ્વારા પ્રભાસ, દીપિકા પાદૂકોણ, કમલ હસન, અમિતાભ બચ્ચન તેમજ ફિલ્મના પ્રોડ્યુસર્સ સ્વપ્ના અને પ્રિયંકા દત્તાનો એક ઇન્ટરવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો છે. તેમાં અમિતાભે પ્રભાસના ફૅન્સની માફી માગી છે.
તેમણે કહ્યું, “જ્યારે નાગી મારી પાસે આ ફિલ્મ વિશે વાત કરવા માટે આવ્યા ત્યારે, એ મારી પાસે માત્ર ફોટો લઈને આવેલા કે હું કેવો દેખાઇશ અને પ્રભાસ કેવો દેખાશે. અને હું એક એવો મહાકાય માણસ હતો જે ‘ધ પ્રભાસ’ સામે દેખાડો કરે છે. પ્રભાસના બધાં જ ફૅન્સ, મહેરબાની કરીને મને માફ કરી દો. હું હાથ જોડીને માફી માગુ છું.
હું ફિલ્મ જે કરું છું તે જોઈને મારી હત્યા નહીં કરી નાખતાં.” બિગ બીએ ફિલ્મમાં તેમની અને પ્રભાસની વચ્ચેની લડાઈના સંદર્ભે વાત કરે છે. જેની એક ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે. જો બચ્ચન આ સંદર્ભે માફી માગી રહ્યા હોય તો દર્શકો માટે તેમની વચ્ચેની લડત જોવી ખરેખર રસપ્રદ રહેશે. બસ એ જોવા માટે દર્શકોએ વધુ ત્રણ દિવસ રાહ જોવી પડશે.SS1MS