Western Times News

Gujarati News

જિયોએ બે સર્કલમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનો અધિકાર મેળવ્યો

Jio True 5G in 17states and 50 cities

જિયો વિશ્વમાં સૌથી વધુ વાયરલેસ ડેટા ટ્રાફિક વહન કરવાની સાથે શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પૂરો પાડવા પ્રતિબદ્ધ

મુંબઈ26 જૂન 2024: ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી અને આજે સમાપ્ત થયેલી સ્પેક્ટ્રમ હરાજીમાં ભારતમાં સૌથી મોટી ડિજિટલ સેવાઓ પૂરી પાડનાર જિયોએ બિહાર અને પશ્ચિમ બંગાળમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં વધારાનું સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું.

આ એક્વિઝિશન સાથે જિયોએ તેના 1800 મેગાહર્ટ્ઝ બેન્ડ સ્પેક્ટ્રમનું બે સર્કલમાં વિસ્તરણ કર્યું છે. જિયોની સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ વધીને 26,801 મેગાહર્ટ્ઝ (અપલિંક + ડાઉનલિંક) થઈ ગઈ છે, જે તેની આગેવાનીને વધુ મજબૂત બનાવે છે. જિયોએ પહેલાથી જ 4G અને 5G જેવી બેન્ડવિડ્થ કાર્યક્ષમ ટેક્નોલોજીઓ પર આધારિત સ્પેક્ટ્રમ સમગ્ર ભારતમાં અમલી બનાવી દીધું છે, આ વધારાનું સ્પેક્ટ્રમ વિશિષ્ટ ભૌગોલિક જરૂરિયાતને પૂરી કરવા અને તેના નેટવર્ક પર ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાહક અનુભવને સુનિશ્ચિત કરવા હસ્તગત કરવામાં આવ્યું છે.

ભારતમાં લો-બેન્ડ, મિડ-બેન્ડ અને હાઈ-બેન્ડ (700 MHz, 3300 MHz અને 26GHz) સ્પેક્ટ્રમ ધરાવનાર જિયો એકમાત્ર ઑપરેટર છે જે તેને 5G સેવાઓમાં ગ્રાહકોને ઉત્તમ અનુભવ પૂરો પાડવા માટેનો અનોખો ફાયદો આપે છે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે:

“અમે સ્પેક્ટ્રમની ફાળવણીના 12 મહિનામાં જ વિશ્વના સૌથી ઝડપી અને બહોળા સ્ટેન્ડ અલોન 5G નેટવર્કમાંના એક નેટવર્કને શરૂ કરીને ડિજિટલ ઈન્ડિયા વિઝન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ નવું સ્પેક્ટ્રમ એક્વિઝિશન હવે માત્ર શહેરી બજારો પૂરતા મર્યાદિત નથી તેવા નવા ભારતની વધતી જતી ટ્રાફિક માંગ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવના સંદર્ભમાં દેશની અપેક્ષાઓ પૂરી કરવા અમને સક્ષમ બનાવશે. અમે ઈચ્છીએ છીએ કે દરેક ભારતીય જિયોના નેક્સ્ટ જનરેશનના ડિજિટલ સોલ્યુશન્સના પરિવર્તનકારી લાભોનો આનંદ માણે.”

જિયોના સ્પેક્ટ્રમ એક્વિઝિશનના મહત્વના અંશોઃ 20 વર્ષ માટે 1800 MHz બેન્ડમાં હસ્તગત કરાયેલ ટેક્નોલોજી સંયોજિત સ્પેક્ટ્રમની સર્કલ વાઇઝ વિગતો નીચે મુજબ છે: સ્પેક્ટ્રમ હરાજીની શરતો મુજબ ઉપરોક્ત સ્પેક્ટ્રમની કિંમત વાર્ષિક 8.65 ટકાના દરે ગણવામાં આવનારા વ્યાજ સાથે 20 સમાન વાર્ષિક હપ્તાઓથી ચૂકવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.