પ્રિયંકા ગાંધીને ભગવા રંગના અર્થ ક્યારે પણ સમજાશે નહીં
પ્રિયંકા ગાંધી બનાવટી ગાંધી – તેમને પોતાનું નામ ફિરોઝ પ્રિયંકા કરી લેવું જાઇએઃ સાધ્વી નિરંજન જ્યોતિના પ્રહારો
લખનૌ, ભગવા વસ્ત્રોને લઇને મુખ્યમંત્રી યોગી ઉપર આકરા પ્રહાર કરનાર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હવે ભાજપના નેતાઓના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. પ્રિયંકા ગાંધીના નિવેદન પર આક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી છે. નિરંજન જ્યોતિએ કહ્યું છે કે, પ્રિયંકા નકલી ગાંધી તરીકે છે. તેમને પોતાના નામની સાથે પોતાના દાદા ફિરોઝ ગાંધીનું નામ જાડીને લખવું જાઇએ.
મિડિયા સાથે વાત કરતા સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી ભગવા રંગના અર્થને સમજી શકે તેમ નથી. કારણ કે, પ્રિયંકા બનાવટી ગાંધી તરીકે છે. પ્રિયંકાને પોતાના નામની આગળથી ગાંધી હટાવી દેવું જાઇએ અને પોતાનું નામ ફિરોજ પ્રિયંકા કરી દેવું જાઇએ. નિરંજન જ્યોતિએ કહ્યું છે કે, પ્રિયંકા ગાંધીની સમસ્યા એ છે કે, યોગી સરકાર સતત અપરાધીઓની સામે પગલા લઇ રહી છે. પ્રિયંકા પોતાની તત્વોની સાથે ઉભેલા દેખાઈ રહ્યા છે. જા તોફાની તત્વોની સાથે છે તો આ બાબતને તમામની વચ્ચે આવીને સ્પષ્ટતા કરી દેવી જાઇએ.
ભગવા રંગને લઇને પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન ઉપર નિરંજન જ્યોતિએ કહ્યું હતું કે, તેમને હજુ ભગવા શબ્દના સંદર્ભમાં વધારે વાંચવાની જરૂર દેખાઈ રહી છે. ભગવા રંગ જ્ઞાન અને આÂત્મયતાના પ્રતિક તરીકે છે. નિરંજન જ્યોતિએ પ્રિયંકાને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને આ બાબત બતાવવાની જરૂર છે કે જે લોકોએ નિર્દોષ લોકોને માર્યા અને પોલીસ પર પથ્થરો ફેંક્યા હતા તેમને સજા કરવી જાઇએ કે નહીં.
મુખ્યમંત્રી યોગી ઉપર અગાઉ પ્રિયંકા વાઢેરાએ પ્રહાર કર્યા હતા. રાજ્યપાલને આપવામાં આવેલા પત્રમાં કેટલાક પુરાવા પણ આપવામાં આવ્યા હતા જેનાથી આ દેખાઈ રહ્યું હતું કે, પોલીસ અને વહીવટીતંત્ર મુખ્યમંત્રીના બદલા લેવાના આદેશ ઉપર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે મુખ્યમંત્રીએ બદલો લેવા માટે આદેશ કર્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવા ધારણ કરે છે પરંતુ ભગવામાં રહેલી કરૂણા તેમનામાં દેખાતી નથી. ભગવા રંગ તેમના નહીં બલ્કે હિન્દુ ધર્મના પ્રતિક તરીકે છે. આમા હિંસા અને બદલાની ભાવના જેવા શબ્દોની કોઇ જગ્યા નથી. પ્રિયંકા ગાંધીએ સરકારની સામે ચાર મુખ્ય માંગો મુકી હતી. હિંસા ઉપર પોલીસ પોતાની કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી. પ્રિયંકા હાલમાં આક્ષેપોના ઘેરામાં છે.