Western Times News

Gujarati News

શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટી ધસી જતા મંદિર પરિસરમાં પણ તિરાડો જોવા મળી

વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. ત?ાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસા દરમ્યાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે.

આ શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે.જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે,આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે. મંદિરના મહંતે જણાવ્યું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઈ રહ્યો છે.

જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ એક ઇંચ નીચે જતું રહ્યું છે આમને આમ રહેશે તો બે ચાર મહિનામાં ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જળમગ્ન થઈ શકે છે, આમ થતા મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી.

આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઈ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે, વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે વારંવાર લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી.ત્યારે મંદિરનું થઈ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.ચાલુ ચોમાસા પેલ્લા વરસાદ દરમ્યાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે.

ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે તાત્કાલિક આ સ્થળે સંરક્ષણ દિવાલ બનાવાય તે ઈચ્છનીય છે.નર્મદા તટે આવેલ જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદ્દભવે છે ત્યાં અસરકારક આયોજનો કરીને આવા મંદિરોની જગ્યાનું ધોવાણ થતું અટકાવાય તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.