Western Times News

Gujarati News

રાજસ્થાનના 43 વર્ષીય યુવાનના અંગદાનથી ત્રણ લોકોને નવજીવન મળશે

રાજસ્થાનના ઉદેપુર નજીક રહેતા  હરિસિંહ દલપતસિંહ ચૌહાણના અંગોનું દાન કરતા પરિવારજનો લીવર તેમજ બે કિડનીના દાન થકી ત્રણને નવજીવન                                                                                                                                      

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તા. ૨૭ જુનના રોજ ૧૫૮ મું અંગદાન થયું. હોસ્પિટલ ખાતે થયેલ ૧૫૮માં અંગદાનની વાત કરીએ તો  મજુરી કામ કરતા  ૪૩ વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ ૧૭.૬.૨૪ ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૬-૦૬-૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ હરિસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

હરિસિંહ અપરણીત હોવાથી તેમના  પરીવારમાંથી એમના માતા તેમજ ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને  સિવિલ હોસ્પિટલ ના ડૉક્ટર્સની ટીમે હરિસિંહના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પરોપકાર ભાવ સાથે  હરિસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. Three people will get a new life with the organ donation of a 43-year-old youth from Rajasthan

હરિસિંહ ચૌહાણના અંગદાન થકી બે કીડની  તેમજ  એક લીવરનું  દાન મળ્યુ.  અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , આ અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૮ અંગદાતાઓ થકી કુલ ૫૧૧ અંગો તેમજ ચાર સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૯૫ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.