Western Times News

Gujarati News

પૈસા નહી આપે તો ટાંટીયા ભાગી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

ગેરકાયદેસર ઉંચા વ્યાજદરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરની ધરપકડ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં ગતરોજ વ્યાજખોર ઝૂંબેશના પ્રારંભથી ફરિયાદીઓમાં વિશ્વાસ જાગતા એ ડીવીઝન પોલીસ મથકમાં ઉંચા દરે જરૃરિયાતમંદ લોકોને નાણાં ધરીને ઉંચુ વ્યાજ વાસુલનાર સામે એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરતા વ્યાજખોરોમાં પુનઃ ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં ગતરોજ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ઝુંબેશ અને જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું.જેમાં ઉપસ્થિત લોકોને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જે કોઈ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા હોય તેવા વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે બાંહેધરી અપાઈ હતી.

જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરીયાદી માલતી રાજેશભાઈ અંબાલાલ ધોરાવાલા રહે.ધોળીકુઈ બજાર બરાનપુરા ખત્રીવાડનાએ પ્રફુલ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા પાસેથી રૂ.૬૦ હજાર વ્યાજે લીધાં હતા.જે રૂપિયાના માસીક ૧૦ ટકા વ્યાજ ચુકવી જે પૈકી રૂપિયા ૪૨ હજાર ફરીયાદીએ આરોપીને ચુકવી દીધેલા તેમ છતાં બાકી નીકળતા નાંણા માટે બળજબરી પુર્વક માંગણી કરી તેમજ પૈસા નહી આપે

તો ટાંટીયા ભાગી નાંખવાની તથા મારી નાખવાની વિગેરે ધમકીઓ આપી હતી. જોકે આ પ્રફુલ મુસાવાલા પાસે નાણા ધીરધારનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતા ઉંચુ વ્યાજ લીધું છે.

જેથી એ ડીવીઝન પીઆઈ વી.યુ.ગડરીયાએ તેના વિરુધ્ધ આઈપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬(૨) મુજબ અને નાણા ધીરધાર અધિનીયમ કલમ ૪૦,૪૨(એ) (ડી)(ઈ) નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસની વ્યજખોરના સામેની પુનઃઝુંબેશને લઈને વ્યજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.