વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાન થઈ રહ્યું છે: મોદી
ચાર મહિના પછી વડાપ્રદાન મોદીની ‘મન કી બાત’ પ્રોગ્રામમાં કુવૈત રેડિયો પરના હિન્દી પ્રોગ્રામનો ઉલ્લેખ કરાયો
નવી દિલ્હી, વિશ્વભરમાં ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, તુર્કમેનિસ્તાનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણી અને કેરેબિયન દેશોમાં ભારતીય વારસાની ઉજવણીનો ઉલ્લેખ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા થઈ રહ્યો છે, જેને દરેક દેશવાસીએ માણવો જોઈએ.
તેમના માસિક મન કી બાત રેડિયો પ્રોગ્રામમાં મોદીએ કુવૈત રેડિયો પર પ્રસારિત હિન્દી કાર્યલ્મની એક ક્લિપ ચલાવીને જણાવ્યું હતું કે કુવૈત સરકારે તેના રાષ્ટ્રીય રેડિયો પર હિન્દી ભાષામાં વિશેષ કાર્યલ્મ શરૂ કર્યાે છે. તે દર રવિવારે કુવૈત રેડિયો પર અડધા કલાક માટે પ્રસારિત થાય છે.
તેમાં ભારતીય સંસ્કૃતિના અસંખ્ય પાસાંનો સમાવેશ થાય છે. ત્યાંના ભારતીય સમુદાયમાં આપણી ફિલ્મો અને કલાજગત સાથે સંબંધિત ચર્ચાઓ ખૂબ જ લોકપ્રિય છે.
કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં રસ લઈ રહ્યાં છે. મોદીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિના આજે સમગ્ર વિશ્વમાં ગુણગાન થઈ રહ્યાં છે, તેનાથી કયો ભારતીય ખુશ નહીં થાય! ઉદાહરણ તરીકે તુર્કમેનિસ્તાનમાં આ વર્ષે મે મહિનામાં તેના રાષ્ટ્રીય કવિની ૩૦૦મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.
આ પ્રસંગે તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ વિશ્વના ૨૪ પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. તેમાંથી એક પ્રતિમા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની પણ છે. એ જ રીતે જૂનમાં બે કેરેબિયન દેશો સુરીનામ અને સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્સે ભારતીય વારસાની સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.
સુરીનામમાં ભારતીય સમુદાય ૫ જૂનને ભારતીય આગમન દિવસ અને પ્રવાસી દિન તરીકે ઉજવે છે અને ત્યાં હિન્દીની સાથે ભોજપુરી પણ વ્યાપકપણે બોલાય છે. એક ઝાડ માના નામેઃ પીએમ મોદીએ કહ્યું કે હું તમને પુછું છું કે દુનિયાનો સૌથી અનમોલ સંબંધ કયો હોય છે તો તમે જરૂરથી કહેશો-મા. અમારા તમામના જીવનમાં માનો દરજ્જો સૌથી ઊંચો હોય છે.
મા, દરેક દુખ સહીને પણ પોતાના બાળકનો ઉછેર કરે છે. પોતાના બાળક પર સ્નેહ રેલાવે છે. અમે માતાને કઇ આપી શકતા નથી. પરંતુ તેમના નામે વિશ્વ પર્યાવરણના દિવસે એક ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરાયું હતું. મેં પણ પોતાની માતાના નામે એક ઝાડ રોપીને તેમને યાદ કર્યા હતા.
તમે પણ એવું કરો. પીએમ મોદીએ કહ્યું કે આગામી મહિનાના આ સમય સુધી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઇ ચૂકી હશે. મને વિશ્વાસ છે કે તમે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની રાહ જોઇ રહ્યા હશો. હું પણ તેમને શુભકામના પાઠવું છું.SS1MS