NEET case: ગોધરાની જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલના 4 દિવસના રિમાન્ડ મંજૂર
નીટ કૌભાંડઃ દિક્ષીત પટેલના ચાર દિવસના રિમાન્ડ મંજુર
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) બહુ ચર્ચિત નીટ પરીક્ષાને લઈને જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ગત મોડી સાંજે સીબીઆઇ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને સીબીઆઇ દ્વારા જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટના જજ સી કે ચૌહાણ દ્વારા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવા માટે જણાવ્યું હતું. neet-case godhra jay jalaram school chairman dixit patel
જેથી સીબીઆઇ દ્વારા ગોધરાના સર્કિટ હાઉસ ખાતે લઈ ગયા બાદ અમદાવાદ ખાતે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ માં લઈ જવા માટે રવાના થયા હતા.અને રાત્રીના ૧૧ કલાકે અમદાવાદમાં આવેલ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જજ પાસે જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં સીબીઆઇ દ્વારા ચાર દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેથી જજે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બહુચર્ચિત નીટ પ્રકરણમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની રાત્રિના ત્રણ કલાકે ગોધરા શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સીબીઆઇ દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે સીબીઆઇની તપાસમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવવાની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે.