નેત્રંગમાં વિદ્યાર્થીઓને પડતી એસટી બસની હાલાકીને લઈ ડેપો મેનેજરને રજૂઆત
ભરૂચ: નેત્રંગમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે જે કોલેજમાં ડેડીયાપાડા ઝઘડિયા અને વાલિયા થી મોટા ભાગ ના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.ત્યારે તેમને સમયસર પહોંચવા માટે એસટી બસની સુવિધાઓ નથી અને જે બસની સુવિધા છે એના મોટા ભાગના ચાલકો સ્થળે પોતાની મનસ્વી રીતે બસ થોભાવતા નથી અને વિદ્યાર્થીઓ ને જોઈને બસ હંકારી મૂકે છે જેને પગલે વિદ્યાર્થીઓ પોતાના ઘરે ખાનગી વાહનોમાં મોડી સાંજે ઘરે પહોંચે છે.
આ વિદ્યાર્થીઓમાં યુવતીઓ પણ હોય છે તો વિદ્યાર્થીઓની છેડતીની ઘટના ઓ બનવાની શક્યતા ઉભી થાય તેમ છે.વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા માટે અપીલ કરેલી છે.સરકારી આદિવાસી વિસ્તારના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ એસ.ટી.બસ ચલાવે છે તો શું આ સેવા ફક્ત કાગળ પર ચલાવવામાં આવે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.શું સરકાર નથી ચાહતી કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે.વિદ્યાર્થીઓ દ્વારા બે થી ત્રણ વાર આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં પણ તેના પર પગલાં લેવામાં આવેલા નથી
ત્યારે આજે તમામ કોલેજના વિદ્યાર્થીઓએ ની રજૂઆત ને ધ્યાને લઈ ભરૂચ જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સવાર થી જ કોલેજની બહાર ઊભા રહીને તમામ એસટી બસો રોકીને ડ્રાઈવરોને રજૂઆત તમામ બસો ઉભી રાખવી અને ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાત કરેલી.આ ઉપરાંત નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ અને મામલતદારને પણ રજૂઆત કરી હતી.એસ.ટી નિગમના અધિકારીઓને આ સમસ્યા નું નિરાકરણ નહીં લાવે તો કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરીને રસ્તા પર ઉતરીને માર્ગ બંધ કરી દેવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી તંત્રની રહેશે.જો આ રજૂઆત થી ડેપો મેનેજર કે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ થોભાવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી પ્રશાસન અને પોલીસની રહેશે.
વિદ્યાર્થીઓ ને પડતી હાલાકી ની રજૂઆતો વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચ જીલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણ ને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ને પડતી હાલાકી ને લઈને કોલેજની બહાર ઊભા રહીને તમામ બસના ડ્રાઈવરોને રજૂઆત કરી હતી અને આવતી કાલ થી જો બસો સમય પર સવાર ના ૭:૩૦ વાગ્યે વાલિયા અને ડેડીયાપાડા સહીત બપોરે ૧:૩૦ વાગ્યે નેત્રંગ થી બસ ઉભી નહિ રાખો તો આંદોલન કરવામાં આવશે અને આ
આંદોલન થી કોઈપણ નુકશાન થશે એની જવાબદારી એસ.ટી.ડેપો મેનેજરની અને પ્રશાસન સહીત પોલીસની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રજૂઆત બાદ પણ એસ.ટી તંત્ર દ્વારા બસો ને નિયમિત નહિ કરવામાં આવે તો આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા નકારી શકાય નહિ.