ગોધરા નીટ પ્રકરણમાં ઝડપાયેલા તમામ પાંચ આરોપીઓને સાબરમતી જેલ ખાતે મોકલાયા
(પ્રતિનિધિ)ગોધરા,ગોધરા નીટ પ્રકરણમાં ઝડપાયેલા તમામ પાંચ આરોપીઓ ને સાબરમતી જેલ અમદાવાદ ખાતે ખસેડવાનો હુકમ ગોધરા સેશન કોર્ટ નાં મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવ્યો.તેમજ અમદાવાદ સીબીઆઇ દ્વારા તમામ આરોપીઓની હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.ત્યારે સીબીઆઇ દ્વારા જય જલારામ સ્કૂલના સંચાલક અને માલિક દીક્ષિત પટેલ ની ધરપકડ સીબીઆઇ દ્વારા જ કરવામાં આવી હોવાથી તેમની પૂછપરછ પણ હાલ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે.
જ્યારે પરશુરામ રોય નાં રિમાન્ડ પંચમહાલ પોલીસ દ્વારા પૂર્ણ થતાં તેના સીબીઆઇ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા નહોતા.ગોધરા નીટ પ્રકરણમાં પંચમહાલ પોલીસ દ્વારા ઝડપાયેલા પાંચ આરોપીઓને ગોધરા ની મુખ્ય સેશન કોર્ટે અમદાવાદ સાબરમતી જેલ ખાતે ખસેડવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.જેમાં સીબીઆઇ દ્વારા શુક્રવાર નાં રોજ ગોધરા દ્ગઈઈ્ પ્રકરણમાં પંચમહાલ પોલીસના હાથે ઝડપાયેલા તુષાર ભટ્ટ, આરીફ વ્હોરા,વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્મા ને ગોધરા સેશન કોર્ટમાં રિમાન્ડ ની માંગણી સાથે અરજી કરવામાં આવી હતી.
જેમાં શનિવારે કોર્ટે તમામ આરોપીઓ ને સીબીઆઇ ની રિમાન્ડ માંગણી અરજીને મંજૂર રાખવામાં આવી હતી અને ચાર આરોપીઓના તા.૨ જુલાઈ સાંજના ૪.૩૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.જેમાં આજે ચાર આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં પુનઃ ગોધરા સેશન કોર્ટમાં રજૂ કરતાં ગોધરા સેશન કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી સી.કે.ચૌહાણ દ્વારા આ ચાર તેમજ પરશુરામ રોય મળી કુલ ૫ આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે ખસેડવાનો હુકમ કરતા સીબીઆઇ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તમામ ને હવે અમદાવાદ સાબરમતી જેલ માં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.ત્યારે હવે તમામ કાર્યવાહી સીબીઆઇ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવનાર હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ત્યારે સીબીઆઇ દ્વારા જય જલારામ સ્કૂલના સંચાલક અને માલિક દીક્ષિત પટેલ ની ધરપકડ સીબીઆઇ દ્વારા જ કરવામાં આવી હોવાથી તેમની પૂછપરછ પણ હાલ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે.જ્યારે પરશુરામ રોય નાં રિમાન્ડ પંચમહાલ પોલીસ દ્વારા પૂર્ણ થતાં તેના સીબીઆઇ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા નહોતા.