Western Times News

Gujarati News

મણીનગરમાં વકીલના ઘરમાંથી રૂ.૩પ લાખની ચોરી

બપોરે વકીલ પરિવાર સાથે બહાર ગયા અને ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ
સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

અમદાવાદ : મદાવાદ શહેરમાં તસ્કરો અને લૂંટારૂઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રથયાત્રા નિમિત્તે શહેરભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગુનેગારો ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે શહેરના મણીનગર વિસ્તારમાં ધોળે દિવસે એક વકીલના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી કુલ રૂ.૩પ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી જવા પામી હતી.

આટલી મોટી રકમની ચોરી થવાની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. મણીનગર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી સીસીટીવી ફુટેજ મેળવવાની શરૂઆત કરવામાં આવી છે. ગંભીર એવી આ ઘટનાની તપાસ મણીનગર પોલીસ ઈન્સપેક્ટર જાતે કરી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અષાઢી બીજને દિવસે યોજનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીમિતે પોલીસને ભારે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવી દેવામાં આવ્યુ છે.

શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. પોલીસ તંત્ર એલર્ટ પર હોવા છતાં શહેરભરમાં ચોરી અને લૂંટફાટની ઘટના અવિરતપણે બની રહી છે. જેના પગલે નાગરીકો અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે.  શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે બપોરે એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

જેમાં સ્વામિનારાયણ કોલોનીની બાજુમાં આવેલી ચંદ્રપૂનમ એપાર્ટમેન્ટ, રામબાગ મણીનગરમાં રહેતા અને વ્યવસ્યે વકીલ એવા નવીનચંદ્ર પોપટલાલ પંચાલ ગઈકાલે બપોરે ઘરને તાળુ મારીને કોઈ કારણોસર બહાર ગયા હતા. બપોરના સમયે કામ પતાવીને સાંજે તેઓ પરત ફર્યા હતા ત્યારે ઘરના દરવાજાનું તાળુ તૂટેલું જાવા મળ્યુ હતુ જેના પરિણામે તેઓ ગભરાયા હતા.

બહારથી ઘરે પરત ફર્યા ત્યારે ઘરનું તાળુ તૂટેલું જાતાં નવીનચંદ્ર પંચાલે આસપાસના લોકોને બોલાવ્યા હતા. અને તમામ લોકો પણ એકત્ર થઈ ગયા હતા. ઘરની અંદર તપાસ કરતાં માલસામાન વેરવિખેર જાવા મળ્યો હતો. જેના પરિણામે તાત્કાલિક મણીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

વકીલના ઘરનું તાળુ તૂટયુ હોવાની જાણ થતાં જ મણીનગર પોલીસ પણ ચોંકી ઉઠ્યુ હતુ. અને તાત્કાલિક રીતે તપાસ શરૂ કરી દીધી હતી. નવીનચંદ્ર પંચાલે ઘરમાં તપાસ કરતાં ઘરના કબાટમાંથી કિંમતી માલસામાનની ચોરી થઈ ગઈ હોવાનું જણાયુ હતુ.

કબાટમાં મુકેલા ર૯ તોલા સોનાના દાગીના તથા સાડા ચાર લાખની ઉપરાંતના ચાંદીના દાગીના અને રોકડ રૂ.રપ લાખની ચોરી થઈ ગઈ હોવાનું તેઓએ જણાવ્યુહ તુ. આમ, કુલ અંદાજે કુલ રૂ.૩પ લાખના મુદ્દામાલની ચોરી થયાનું બહાર આવતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એલર્ટ થઈગયા હતા.

બંધ મકાનનું તાળુ તોડી રૂ.૩પ લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ ઘરની આસપાસ તથા ઘર સુધી જતાં માર્ગ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ મેળવવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો.

સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ નવીનચંદ્ર પંચાલના પાડોશીઓની પણ પુછપરછ શરૂ કરી હતી. અને સોસાયટીમાં પ્રવેશેલી શંકાસ્પદ વ્યક્તિઅો જાણકારી મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
રૂ.૩પ લાખની ઘરફોડ ચોરીની ઘટનાથી ચોંકી ઉઠેલી પોલીસ અધિકારીઓએઆ મુદે તાત્કાલિક બેઠક બોલાવીને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સ્થાનિક નાગરીકોમાં પણ ભારે ફફડાટ ફેલાયેલો જાવા મળ્યો છે. મણીનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.