સુહાના ખાન અને અગત્સ્ય નંદાએ રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાઇન કરી
મુંબઈ, સુહાના ખાન અને અગત્સ્ય નંદાની ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ થયેલી ઓટીટી ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચિઝ’માં કેમેસ્ટ્રી જોવામાં તેમના ફૅન્સને ઘણી મજા પડી હતી. સુહાના અને અગત્સ્યએ પોતાની પહેલી ઓટીટી ડેબ્યુ સાથે જ પોતાની અભિનય ક્ષમતાને પુરવાર કરી દીધી હતી.
હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, તેમણે બંનેએ ફરી એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાઈન કરી છે. તેઓ બંને બીજી ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યાં છે.
ફિલ્મ સાથે સંકળાયેલાં એક સૂત્રના જણાવ્યા અનુસાર,“એક જાણીતા પ્રોડક્શન હાઉસ દ્વારા રોમ-કોમ સ્ક્રિપ્ટ સાથે અગત્સ્ય અને સુહાના બંનેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને બંનેને સ્ક્રીપ્ટ પસંદ પણ પડી છે.
સુહાના અને અગત્સ્ય બંને તેમના અભિનય પ્રત્યેના પેશન માટે ઘણા ફોકસ થઈને કામ કરી રહ્યાં છે અને તેઓ બંને એ બાબતે સતર્ક છે કે તેઓ નસીબદાર છે અને તેમને મળેલી તકોનો તેઓ કોઈ રીતે ગેરલાભ ઉઠાવવા ઇચ્છતા નથી. ફિલ્મના મેકર્સ સુહાના અને અગત્સ્ય તરફથી હકારાત્મક પ્રતિસાદની રાહમાં છે.”
જોકે, આ બાબતે હજુ સુહાના કે અગત્સ્યની ટીમ તરફથી કોઈ અધિકૃત માહિતી મળી નથી. હાલ સુહાના ‘કિંગ’ ફિલ્મ માટે પોતાના રોલની તૈયારી કરી રહી છે, જેમાં તે પોતાના સુપરસ્ટાર પિતા શાહરુખ સાથે કામ કરશે અને આ તેની મોટી થિએટ્રિકલ ડેબ્યુ ફિલ્મ હશે.
ફૅન્સ અત્યારથી જ આ પિતા પુત્રીની જોડી મોટા પડદે કેટલી કમાલ કરે છે તે જોવા આતુર છે. જ્યારે અગત્સ્ય શ્રીરામ રાઘવનની ‘ઇક્કિસ’ માટે કામ કરી રહ્યો છે, જેમાં તે લેફ્ટેનન્ટ અરુણ ખેતરપાલનો રોલ કરશે, આ ૧૯૭૧ના યુદ્ધની કથા પર આધારિત ફિલ્મ છે.SS1MS