અરવલ્લી જિ. પ્રા. શિક્ષક સંઘના કારોબારી સભામાં સભ્યોને પ્રવેશવા નહીં દેવાતા રજૂઆત
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) તાજેરતારમાં મોડાસાના લીભોઈ ગામે મળેલી અરવલ્લી જિ. પ્રા. શિક્ષક સંઘના કારોબારી સભામાં નિયત સમયે સભા સ્થળે પહોચવા છતાં મેઘરજ અને ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘોના પ્રમુખ-મંત્રી સહિતના સભ્યોને ગેટ નહીં ખોલીને પ્રવેશવા નહીં દેવાયા હોવાની રાવ સાથે આ બન્ને તાલુકા સંઘોએ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને લેખિતમાં રજુઆત કરી ન્યાય માગ્યો છે.
બંને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘોએ લેખિતમાં રાજ્ય સંઘને કરેલી. આ રજુઆતમાં જણાવ્યું છે છે કે અમોએ જિલ્લા સંઘની કારોબારી સભ્યો નામ બંધારણની કલમ નં ૫ (૧) મુજબ તેમાં સૂચવેલ સભ્ય સંખ્યા મોકલવાના થાય તે પ્રમાણે તારીખ ૨૮/૦૬/૨૦૨૪ અમોએ રૂબરૂ અ.જિ.પ્રા. શિક્ષક સંઘના પ્રમુખને યાદી રૂબરૂમાં આપી સહી લીધેલ છે.
જે સંદર્ભે તેઓએ યાદીની સ્વીકાર પણ કરેલ કરી હતી જેની નકલ સામેલ આ રજુતામાં સામેલ છે એમ જણાવી છે જે મુજબ તારીખ ૨૯/૬/૨૦૨૪ ના રોજ .જિ.પ્રા. શિક્ષક સંઘના કારોબારી સભા મોડાસા તાલુકાના લીભોઈ પ્રાથમિક શાળા મુકામે સાંજના ૪ કલાકે કારોબારી સભા રાખેલ જેમાં આ બંને તાલુકાના પ્રમુખ અને મહામંત્રી તેમજ સભ્યોને નિયત સમયે કારોબારી સભામાં સભાના સ્થળે પહોંચવા છતાં શાળાનો ગેટ બંધ કરી અંદર દાખલ થવા દીધેલ નથી
અને જિલ્લા કારોબારીમાં નીતિવિષયક નિર્ણયો લેવાના હોય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રતિનિધિને મોકલવાના હોય તે માટે સર્વાનુ મતે જરૂર પડે મતદાન પ્રક્રિયાથી રાજ્ય સંઘના પ્રતિનિધિને મોકલવાના હોય અમારા તાલુકાના સભ્યોને કારોબારી સભામાં પ્રવેશ કરતા અટકાવી કારોબારી સભામાં ભાગ લેવા દીધેલ નથી.
આમ મનમાંની કરી ઇચ્છિત વ્યક્તિને રાજ્ય પ્રતિનિધિને મોકલવા બંધારણ વિરુદ્ધ ની પ્રક્રિયા કરેલ છે આમ રાજ્ય કારોબારીના સભ્યોની યાદી અને પ્રતિનિધિનું નામ જો મોકલાવેલ હોય તો તે ગેર બંધારણીય છે જે સ્વીકારવા પાત્ર નથી તો અરવલ્લી જિલ્લાની યાદી અને પ્રતિનિધિનું નામ ન સ્વીકારવા અમારી નમ્ર વિનંતી છે એમ રજૂઆત કરી ન્યાય માંગ્યો છે.