શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને ઠગાઈ કરતાં રાજકોટના બે ઝડપાયા
વડોદરામાં ખાનગી બેન્કમાં ડે.મેનેજરે રૂપિયા ગુમાવતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ
વડોદરા, એસએસ (SS EQUITRADE ) નામની એપ્લિકેશન થકી શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને ઠગાઈ કરતા રાજકોટના બે ગઠિયાને વડોદરા પોલીસે પકડી પાડયા છે.
વડોદરામાં ખાનગી બેન્કમાં ડે.મેનેજર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ આ ગઠિયાઓની માયાજાળમાં આવીને રૂ.૧૮૯રર૧ર ગુમાવ્યા હતા. અલબત્ત તેઓએ કરેલા રોકાણની સામે એપ્લિકેશનમાં નફારૂપે ૬૯૧૧૭૩ર દેખાતા હતા. ઝડપાયેલા બન્ને ભેજાબાજોને પોલીસે અદાલતમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કીર્તકુંજ સોસાયટીમાં રહેતા ભર્ગવ મનહરભાઈ પટેલ ખાનગી બેન્કમાં ડે.મેનેજર તરીકે કાર્યરત છે. તેઓને ગત જાન્યુઆરી માસના અંતમાં ફેસબુક ના સ‹ફગ દરમિયાન મળેલી લીન્ક થકી એક વોટ્સએપ ગ્રુપમાં એડ થયા હતા. માર્ક બિલસન ઈન્સ્ટીટયુશન સ્ટ્રાટજીસ્ટ સેન્ટર નામના બેનર હેઠળ અલગ અલગ મોબાઈલ નંબર હતા જેના છ એડમિન હતા.
જેમાંથી ટ્રેડિંગ ચાલુ કરવા માટેના એક મોબાઈલ નંબર મીરા નામનું ગ્રુપ હતું. કએક છોકરીના પ્રોફાઈલ ધરાવતા આ ગ્રુપમાં ટ્રેડિંગમાં કયા સ્ટોખ કયારે લેવા અને વેચવા માટેની માહિતી આપવામાં આવતી હતી તેના મળેલી એક લીન્કના આધારે ૧૬મી ફેબ્રુઆરીના રોજ એક એપ્લિકેશન ઈસ્ટોલ કરવામાં આવી હતી. એસએસ ઈક્યુયુઆઈટીઆરએડીઈ નામની એપ્લિકેશન થકી તેની વેબસાઈટ પણ ખુલતી હતી જેમાં સ્ટોક સજેસ્ટ કરવામાં આવતા હતા.
ભાર્ગવ પટેલે ગત તારીખ ર૦મી ફેબ્રુઆરીના રોજ આ એપ્લિકેશનમાં રૂપિયા ૧૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. એક જ દિવસમાં ૧૦થી ૧ર ટકા રિર્ટન મળ્યું હતું. બાદમાં ર૬મી ફેબ્રુઆરીના રોજ પ૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૬૦ હજારના રોકાણની સામે ૧૪૮૭૮૮ રિટર્ન એપ્લિકેશન પર જ થયેલા સજેશન મુજબ આઈપીઓ ખરીદવા માટે નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
જેમાં એલોટમેન્ટ થઈ ગયા હોવાનું પણ બતાવતું હતું. કુલ રૂપિયા ૧૮૯રર૧ર ભર્યા હતા તેની સામે ૬૯૧૧૭૩ર બતાવતા હતા પણ જ્યારે નાણાં વિડ્રો કરવા કોશિશ કરી ત્યારે ટેક્ષ લગાશે તેમ જણાવી વિડ્રો કરવા દીધા ન હતા. ત્યારબાગ અલગ અલગ બહાના હેઠળ નાણાં ઉપાડવા ન દઈને આખરે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધી હતી.
આમ પોતાની સાથે નાણાંકીય છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળી આવેલી વિગતોના આધારે રાજકોટના કૃષ્ણનગર મેઈન રોડ પર રહેતા દીપસિંહ યોગેશભાઈ રાઠોડ (ઉ.વ.ર૩) તથા રાજકોટના સંતોષનગર મેઈન રોડ ખાતે રહેતા નિલીકકુમાર વિમલભાઈ ગાંધી (ઉ.વ.રર)ની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા દીપસિંહના બેન્ક એકાઉન્ઠમાં રૂ.૧પ૦૯૦૦૦ ટ્રાન્સફર થયા હતા. તેણે ત્રણ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જ્યારે તેના મિત્ર નિલીકકુમાર ગાંધી કાફે ચલાવતો હતો જ્યાં તેણે દીપસિંહ અને અન્ય સહઆરોપીઓનો સંપર્ક કરાવ્યો હતો. તદુપરાંત સહઆરોપીઓ માટે બેન્ક એકેઉન્ટ હોલ્ડર શોધવાનું તેમજ એકાઉન્ટને લગતા બીજા પ્રોસેસ કરવાનું તે કામ કરતો હતો. તેને સામે તેને પણ આર્થિક લાભ મળતો હતો. પોલીસે બન્નેને અદાલતમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને અન્ય સહઆરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.