પરિણિત યુવતિને ચેનચાળા કરી હેરાન કરનાર યુવકની અટકાયત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાની એક પરિણિત યુવતીને બિભસ્ત ચેનચાળા કરી હેરાન કરનાર યુવક સામે વિરૂધ્ધ ફરિયાદ કરાતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પરિણિત યુવતી ઝઘડિયા તાલુકામાં આવેલ તેના સાસરીના ગામે પરિવાર સાથે રહે છે.એક યુવક આ પરિણિતાને છેલ્લા ઘણા સમયથી તેણીનો પીછો કરીને ચેનચાળા કરીને હેરાન કરતો હતો અને બિભસ્ત ઈસારા કરતો હતો. દાએમ્ય ગતરોજ સવારના દસ વાગ્યાના અરસામાં આ પરિણિતા તેની દેરાણી સાથે ઘરના નીચેના ભાગે સાફ સફાઈ કરવા આવી હતી
અને તેઓ રૂમોની સફાઈ કરતા હતા તે સમયે એક બુરખો પહેરેલ વ્યક્તિ ત્યાં આવી હતી અને આ પરિણિતાને હાથથી ચેનચાળા કરવા લાગેલ.ત્યાર બાદ યુવતી અને તેની દેરાણીએ બુમાબુમ કરતા ફળિયામાં રહેતા કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બુરખાવાળી વ્યક્તિને પકડી લીધેલ.ત્યાર બાદ યુવતીનો પતિ પણ ત્યાં આવી જતા બુરખાવાળી વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેનો બુરખો ઉતારાવતા તે વ્યક્તિ ઘણા સમયથી યુવતીને હેરાન કરનાર યુવક હોવાની જાણ થઈ હતી.
આ યુવક ભવિષ્યમાં કોઈ હાનિ પહોંચાડે કે છેડતી કરે તેવી દહેશત હોઈ સદર પરિણિત યુવતીએ તેને વારંવાર હેરાન કરનાર ઈમ્તિયાઝ સબ્બિર દાયમા (દિવાન) રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગણતરીના કલાકોમાં સદર ઈસમને ઝડપી લઈ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.