ભારત ફરવા આવેલા પાકિસ્તાનની મહિલા ગેરકાયદેસર રીતે રહેતી પકડાઇ જતાં 2 વર્ષની જેલ
પાકિસ્તાની નાગરિકને ૨ વર્ષ ની જેલની સજા કરતી ગોધરા કોર્ટ
(પ્રતિનિધિ) ગોધરા, વિઝિટર વિઝા પર ભારત ફરવા આવેલા પાકિસ્તાની મહિલા ગોધરા ખાતે ગેરકાયદેસર રીતે રહેતી પકડાઇ જતાં અદાલતે પાકિસ્તાની મહિલા ને ગોધરા કોર્ટે બે વર્ષ ની જેલ ની સજા ફટકારી છે.વીગતવાર મળેલી માહિતી મુજબ આરોપી હાજરાબાનુ તે સિદ્દીક ફ્રાઈમ સુરતી ની ઔરત રહેવાસી ગુલશન સોસાયટી. ગોંદરા. ગોધરા મૂળ પાકિસ્તાની નાગરિક છે. તેને પાકિસ્તાન સરકાર દ્વારા પાસપોર્ટ આપવામાં આવેલ હતો.
આરોપી એ ભારત માં ફરવા માટે તારીખ ૭/૧૦/૨૦૦૫ થી ૩૦/૧/૨૦૦૬ સુધીમાં ભારતમાં ફરવા માટે વિઝિટર વિઝા મેળવ્યો હતો. અને આ વિઝિટર વિઝા ના આધારે આરોપી તારીખ ૧૭/૧૨/૨૦૦૫ થી ભારત માં ગોધરામાં રહેતી હતી. આરોપી નું ના રોજ પકડીને તેની સામે ધી ફોરેનર્સ એક્ટ ની કલમ ૩/૨/ી અને કલમ ૧૪ મુજબ ફરિયાદ ફરિયાદી જૈ ડી જે ચાવડા એ દાખલ કરી હતી
આ કેસ ગોધરા ના બીજા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જજ ડી બી રાજન ની કોર્ટ સમક્ષ ચાલી જતાં કોર્ટે આરોપી ને ગુનેગાર ઠેરવીને બે વર્ષ ની જેલ ની સજા અને રૃપિયા ૫૦૦૦ દંડ ફટકાર્યો હતો.