પાક .સરકારે પેકેજડ દુધ પર ૧૮ ટકા ટેક્ષ નાંખ્યોઃ ડેરી પ્રોડક્ટના ભાવ આસમાને
પાકિસ્તાનમાં હવે દૂધના ભાવ આસમાને આમ આદમી માટે દૂધ પાંચ ગણું મોંઘું
(એજન્સી)અમદાવાદ, પાકિસ્તાનનીન સરકાર દ્વારા પેકેજડ દુધ પર ૧૮ ટકાના ટેક્ષ લાદવામાં આવતા હવે દુધના ભાવ આસમાને પહોચ્યા છે. આમઆદમી માટે દુધ પાંચ ગણું મોઘું થયું છે.
હવે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલીયા કરતા પાકિસ્તાનમાં ડેરી પેદાશો મોઘી થઈ ગઈ છે. કરાચીની સુપર માર્કેટમાં અલ્ટ્રાહાઈ ટેમ્પરેચર યુએચટી દુધની કિમત હવે લીટર દીઠ રૂ.૩૭૦ એટલે કે ૧.૩૩ ડોલર થઈ છે. જયારે આર્મસ્ટ્રડમાં તેનો ભાવ લીટરદીઠ ૧.ર૯ ડોલર પેરીસમાં ૧.ર૩ ડોલર મેલબોર્નમાં ૧.૦૮ ડોલર થઈ છે. ગયા અઠવાડીયે નેશનલ બજેટમાં કરેલી નવા ટેક્ષની જોગવાઈ મુજબ પેકેજડ મિલ્ક પર ૧૮ ટકા ટેક્ષ લાદવામાં આવ્યો છે.
અગાઉ દુધ પર કોઈ પ્રકારનો ટેક્ષ લદાયો ન હતો. ડચ ડેરી ઉત્પાદક રોયલ ફસલેન્ડ કેમ્પીયન એન.વી. નાં સ્થાનીક એકમના પ્રવકતા મુહમ્મદ નાસીરે કહયું હતું કે ટેક્ષ લગાવ્યા પહેલા દૂધના ભાવમાં રપ ટકા સુધીનો વધારો થયો હતો. આ પછી દુધમાં ભાવ વિયેટનામ અને નાઈજીરીયા જેવા વિકાસશીલ દેશોની સમાન હતા. આઈએમએફની શરતો મુજબ પાકિસ્તાન દ્વારા ટેક્ષમાં ૪૦ ટકા સુધીનો વધારો કરાયો છે.
પાકિસ્તાનમાં હવે ફુગાવામાં અનિયંંત્રિત ઉછાળો
દુધ વધુ મોઘું થવાને કારણે પાકિસ્તાનમાં હવે ફુગાવામાં અનિયંત્રિત ઉછાળો આવશે. અહી લોકના વેતન સ્થગીત થઈ ગગયા છે. લોકોની ખરીદ શકિત અને ખર્ચમાં અસાધારણ વધારો થયો છે.
ચાઈલ્ડ હેલ્થનો સ્થિતી વણસી છે. અને ૪૦ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહયા છે. અઅહીની મોટાભાગની વસતી પહેલેથી જ કુપોષણનો શિકાર બની છે. તેમની બેહાલીમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં પ વર્ષથી ઓછી ઉમરના ૬૦ ટકા બાળકો એનીમીયા અને ૪૦ ટકા બાળકોનો વિકાસ રોકાઈ ગયો છે.