બોટાદના કારીયાણી ગામે આડા સંબંધમાં યુવકની હત્યા કેસમાં ત્રણ ઝડપાયા
બોટાદ, બોટાદ જિલ્લાના કારિયાણી ગામે બે દિવસ પહેલા મોડી રાત્રિના એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં તેના જ ઘરેથી મૃતદેહ મળી આવેલ હતો આ હત્યા કેસમાં પોલીસે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની વિગત અનુસાર બોટાદ જિલ્લાના કારીયાણી ગામે રહેતા દીલીપભાઈ ખાચરની બે દિવસ અગાઉ તેના જ ઘરે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી હત્યાના પગલે બોટાદ જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળીવ મૃતદેહને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપેલ હતો
જયાં મૃતકની ઈજાઓ થતા પેનલ પીએમની જરૂરિયાત ઉભી થતા મૃતદેહને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો જયાં મૃતક દીલીપભાઈ ખાચરના ભાઈ ફરિયાદી શિવરાજભાઈ દડુભાઈ ખાચર દ્વારા તેના ભાઈની હત્યા ને લઈ આરોપી દેવકુભાઈ ખાચર સુરેશભાઈ ખાચર અને દેવકુ ભાઈના પત્ની વિરૂદ્ધ બોટાદ પોલીસ મથકમાં અગાઉ થયેલી માથાકૂટ તેમજ આરોપી મહિલા સાથે આડા સંબંધના કારણે ફરિયાદીના ભાઈની
ઉપરોકત ત્રણેય આરોપીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે જેને લઈ પોલીસે આરોપીઓ સામે હત્યા જેવી કલમનો ગુનો દાખલ કીર આરોપીઓ સામે ગુનો દાખલ કરેલ હતો
અને આરોપીઓને ઝડપી પાડવા બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા પોલીસે આરોપી દેવકુભાઈ ખાચર અને તેનો દીકરો સુરેશ ખાચર અને આરોપી દેવકુભાઈ ખાચરની પત્ની સહિતની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ હતી. બનાવના કારણમાં મહિલા આરોપી સાથે મૃતકને આડા સંબંધ હોવાના કારણે આ યુવકની હત્યા કરવામાં આવી હતી.