ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી, રેડ અલર્ટ જારી
ઉત્તરાખંડ, શુક્રવારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો પણ સામેલ છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.
હવામાન વિભાગે ૬ અને ૭ જુલાઈ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ છે.આઈએમડીની આગાહી અનુસાર, આજે નૈનીતાલ, પિથોરાગઢ, બાગેશ્વર, ઉધમ સિંહ નગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ચમોલી અને પૌરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
શુક્રવારે ચંપાવત જિલ્લાના લોહાઘાટ, બાગેશ્વર જિલ્લાના કપકોટ અને ગઢવાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. દેહરાદૂનમાં વરસાદના પાણીથી ભરેલા ખાડામાં પાંચ વર્ષનો બાળક ડૂબી ગયો અને હરિદ્વારમાં એક કિશોર નાળામાં ડૂબી ગયો. દેહરાદૂનમાં પણ સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.પહાડી રાજ્યમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે બદ્રીનાથ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે ૮૮ ગ્રામીણ મોટરેબલ રોડ, બે બોર્ડર રોડ, એક સ્ટેટ હાઈવે અને બદ્રીનાથ મંદિર તરફ જતો નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે.ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે લામ્બાગઢમાં બ્લોક કરવામાં આવ્યો હતો, જે ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. શુક્રવારે રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલનના કાટમાળથી જૂની ટનલ બંધ થઈ ગઈ. જો કે, કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.SS1MS