શાહરુખ ખાન રચશે ઈતિહાસ, કરિયર અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર બનશે પ્રથમ ઈન્ડિયન એક્ટર
મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કોઈ ઓળખની જરૂર નથી. શાહરૂખ ખાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. તે ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખાય છે. અત્યાર સુધી અનેક વિશેષ પુરસ્કારોથી સન્માનિત થયેલા શાહરૂખને હવે તેના ખાતામાં વધુ એક એવોર્ડ મળવા જઈ રહ્યો છે.
શાહરૂખ ખાને પોતાની ૩૨ વર્ષની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ભારતમાં ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને વિશ્વભરમાં ઘણા વિશેષ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હવે શાહરૂખ ખાનને ‘લોકાર્નાે ફિલ્મ ફેસ્ટિવલ’માં કરિયર અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.
શાહરૂખ ખાનને ‘લોકાર્નાે ફિલ્મ ફેસ્ટિવલ’ની ૭૭મી આવૃત્તિમાં કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને ‘પાર્ડાે અલા કેરિયર એસ્કોના-લોકાર્નાે ટુરિઝમ‘ નામનો એવોર્ડ મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલ ૭ ઓગસ્ટથી શરૂ થશે. જે ૧૭મી ઓગસ્ટ સુધી ચાલશે.
આ દરમિયાન શાહરૂખનું પણ સન્માન કરવામાં આવશે. શાહરૂખ આ વોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચશે.’લોકાર્નાે ફિલ્મ ફેસ્ટિવલ’ની ૭૭મી આવૃત્તિ ૭ ઓગસ્ટથી સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થશે. સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નાે સ્થિત પિયાજા ગ્રાંડેમાં અભિનેતા શાહરૂખ ખાનને ૧૦ ઓગસ્ટે સન્માનિત કરવામાં આવનાર છે.
અભિનેતા ૧૧ ઓગસ્ટે અહીં સામાન્ય લોકો સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે.શાહરૂખને એવોર્ડ મળવાની જાહેરાત આયોજકોએ મંગળવારે કરી હતી. લોકાર્નાે ફિલ્મ ફેસ્ટિવલના અર્ટિસ્ટિક ડાયરેક્ટર જિયોના એ નાઝારોએ જણાવ્યું કે, ‘ભારતીય સિનેમામાં તેમનું યોગદાન બેમિસાલ છે. શાહરુખ ખાન એક એવો અભિનેતા છે જેણે ક્યારેય તેના ચાહકો સાથેનો સંપર્ક ગુમાવ્યો નથી. તે વિશ્વભરના તેના ચાહકોની તેની પાસેથી અપેક્ષાઓ પર ખરા ઉતરે છે. તે ખરેખર લોકોનો હીરો, તેજસ્વી, ડાઉન ટુ અર્થ અને આપણા સમયનો લીજેન્ડ છે.SS1MS