Western Times News

Gujarati News

અંદાજે ૪થી ૫ લાખ ભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા

ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા પૂર્ણ, ત્રણેય રથ નિજમંદિરે પરત ફર્યાઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ કરી

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે.

અમદાવાદ, આજે શહેર જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી રહ્યુ હતું. ભગવાનના દર્શન કરીને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો હતો. રંગેચંગે નીકળેલી અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભગવાનના રથ નિજમંદિરે પરત ફર્યા છે. હર્ષોલ્લાસ અને ભક્તિભાવ વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીનો રથ નિજ મંદિર પહોંચી ગયા છે.

રથયાત્રા દરમિયાન ઠેર-ઠેર જય રણછોડ… માખણચોરના નાદ સાથે રથયાત્રાનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંદાજે ૪થી ૫ લાખ લોકો ભગવાનના દર્શનનો લાભ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આજે રવિવારે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. વર્ષમાં આ એક જ રૂડો દિવસ હોય છે, જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર નીકળે છે. આ પાવન પર્વે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીનો લાભ લીધો હતો. અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ખલાસીઓ સાથે રથને ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રથના દર્શન કરીને પૂજા કરી હતી.

આજે શહેર જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી રહ્યુ છે. ભગવાનના દર્શન કરીને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. રથયાત્રામાં શણગારેલ ૧૮ ગજરાજ, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા ટ્રક, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, ૩ બેન્ડવાજા,૩૦ હજાર કિલો મગનો પ્રસાદ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી, ૨ લાખ ઉપેણાનો પ્રસાદનુ આપવામાં આવશે. તેમજ ભગવાનના રથ ખેચવા માટે ૧૦૦૦ થી ખલાસીઓ જોડાયા હતા.

ભગવાનના મામેરામાં તમામ ભક્તો જમીને જ જાય છે. ત્યારે અમદાવાદના લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું થયુ હતુ. જેમાં ૧૧૦૦ કિલો બટાકા, ૧ હજાર કિલો લોટની પૂરી અને ૧૬૦૦ ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવાયો હતો. સરસપુરના લુહાર શેરી ૧૦૦મી રથયાત્રાથી આયોજન કરે છે. ૪૭ વર્ષથી રથયાત્રામાં યુવાનો કરે છે. સૌથી મોટું રસોડું ૫૦૦૦ ભક્તો જમી શકે એ પ્રકારે ૫ પંગતમાં રસોડું કરે છે.

મોસાળ સરસપુરમાં ભગવાન આવતાની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સરસપુરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતુ. હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે. રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.

સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામરુ ભરાયું હતુ. ભાણેજને વધાવવા સરસપુર ઉમટ્યું છે હતું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું ખુલ્યું હતું વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે.

બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે પુરુ થયું છે. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કાલુપુરમાં પગ મૂકવાની જગ્યા નહોતી, પરંતુ એમ્બ્યુલન્સની સાઈરન સાંભળીને લોકો એલર્ટ થઈ ગયા અને સેકન્ડોમાં જગ્યા આપીને મદદ કરી હતી. રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે જ રથયાત્રા રાત્રે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

જય રણછોડ…માખણચોર…. ભગવાન જગન્નાથજીની નગરચર્યા સંપન્ન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.