રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ દર્શન કર્યા ભગવાન જગન્નાથજીના
પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર
(એજન્સી)નવી દિલ્હી, ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા પર ઓડિશાના પુરીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બાલભદ્રની રથયાત્રાના ઉત્સવમાં સામેલ થયા હતા. રવિવાર બપોરે હજારો લોકોએ પુરીના ૧૨મી સદીના જગન્નાથ મંદિરમાંથી વિશાળ રથ ખેંચીને લગભગ ૨.૫ કિમી દૂર ગુંડિચા મંદિર તરફ વધ્યા હતા.
આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રણેય રથની પરિક્રમા કરી અને દેવતાઓ સામે શિશ ઝૂકાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પણ રથયાત્રાના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ શુભકામના આપતા કહ્યું કે, ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના અવસર પર તમામ દેશવાસીઓને શુભકામના આપી હતી. આજે દેશ દુનિયાના અગણિત જગન્નાથ પ્રેમી રથ પર વિરાજમાન ત્રણેય ભગવતસ્વરુપોના દર્શન હેતુ ઉત્સાહ પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આ મહાપર્વના અવસર પર મહાપ્રભુ શ્રી જગન્નાથને તમામના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. જય જગન્નાથ. આ અગાઉ પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પોતાના શિષ્યો સાથે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથના દર્શન કર્યા
અને પુરીના રાજાને છેરા પહાનરા (રથ સાફ કરવાની) રસમ પુરી કરી, જે બાદ સાંજે લગભગ ૫.૨૦ કલાકે રથ ખેંચવાની પ્રક્રિયા શરુ થઈ. રથમાં લાકડાના ઘોડા લગાવ્યા અને સેવાદાર પાયલટોને ભક્તોને રથોને યોગ્ય દિશામાં ખેંચવાનું માર્ગદર્શન કર્યું હતું.