Western Times News

Gujarati News

તિથલ દરિયો બન્યો એકાએક તોફાની બન્યો

સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં ૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા !

વલસાડ, અગામી ૭ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે. અષાઢી બીજની મોટી ભરતીના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તિથલના દરિયા કિનારે ૧૦થી ૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. તિથલ દરિયા કિનારે ઉંચા મોજા વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓએ દરિયા કિનારે મજા માણી હતી. રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર ૧૫થી ૨૦ ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડના લો-લેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ઉપવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી.

સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી. આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે.

આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, નર્માદ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આઠથી ૧૦મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.