Western Times News

Gujarati News

સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ નારાજ

(એજન્સી)અમદાવાદ, સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સરકારથી નારાજ છે. હાઈકોર્ટે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તમને જણાવી દઈએ કે આજે સરકારે રજૂ કરેલા કાર્યવાહી રિપોર્ટની બ્લ્યુ પ્રિન્ટ કોર્ટે પરત કરી અને કહ્યું કે સાબરમતી નદીને પ્રદૂષિત કરતા લોકોથી બચાવો અને તેમની સામે કાર્યવાહી કરો.

સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સુઓમોટો લીધી છે અને જવાબદાર એકમો સામે કાર્યવાહી કરેલો રિપોર્ટ ફરીથી રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજુ બેદરકારી રાખો એટલે નદીની હાલત દયનીય બનશે.

સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં ૬૧ ઔદ્યોગિક એકમો સામે ૨૦૨૨ અને ૨૦૨૩ના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા, જે પૈકી ૩૨ એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા, જ્યારે ૧૨ એકમોને કારણદર્શક નોટિસો, ૧૬ એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એક એકમને લીગલ નોટિસ અપાઈ હતી.

જે ૩૨ એકમોને તાળાં માર્યા હતા, તે પૈકી ૧૦એે જરૂરી પૂર્તતા કરી નિયમ પાળવાનું શરૂ કરતાં તે ઉદ્યોગો ફરી ચાલુ થયા હતા. વિધાનસભામાં આ માહિતી પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અપાઈ હતી. આ પ્રશ્નની ચર્ચામાં વિપક્ષ તરફથી ગંભર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશને સાબરમતીને પ્રદુષિત થતી રોકવા ટાસ્ક ફોર્સની રચના કરી
ગુજરાત હાઈકોર્ટની ઘ્‌વારા સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વારંવાર ઝાટકણી કાઢવામાં આવી રહી છે. જેનાથી બચવા માટે મ્યુનિસિપલ અધિકારીઓએ બે મહિના અગાઉ હાઇકોર્ટે સમક્ષ બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. હવે, ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર જોડાણ કરી નદીમાં છોડવામાં આવતા ગંદા પાણીને રોકવા માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે જેમાં ઝોન કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે.

શહેરની ગટર લાઈનો- ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સ અને સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિડિંગ બનાવવામાં આવી છે. ટાસ્ક ફોર્સ ઉપરાંત અલગ પેટ્રોલિંગ સ્કવોડ પણ તૈયાર કરવામાં આવશે. શહેરની ગટર લાઈનોમાં ગેરકાયદે કનેક્શન કરીને તેમજ ટેન્કર દ્વારા ગંદા પાણી નાખવામાં આવતા હોય છે.

જેને રોકવા તેમજ તમામ ઔદ્યોગિક એકમોમાં ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવશે. સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે ઔદ્યોગિક એકમો ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ, સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનની નવી ટાસ્ક ફોર્સમાં ડેપ્યુટી સિટી ઇજનેર, ટાઉન પ્લાનિંગ વિભાગ, સેન્ટ્રલ લેબોરેટરી, પર્યાવરણ એન્જિનિયર, ય્ઁઝ્રમ્ (ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ) અને પોલીસના અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ તમામ ઔદ્યોગિક એકમોનો સર્વે કરશે. જેમાં ફેક્ટરી લાઇસન્સ, બીયુ પરમિશન, હેલ્થ લાયસન્સ, ખાનગી બોર, ઔદ્યોગિક પાણીનો કેવી રીતે નિકાલ કરવામાં આવે છે અને કેટલા પેરામીટરનું પાલન કરાય છે વગેરેની માહિતી મેળવશે અને પોર્ટલ પર માહિતી અપલોડ કરશે જેના આધારે જે તે એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.