Western Times News

Gujarati News

કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, ૪ જવાન ઘાયલ

(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુના કઠુઆના બિલાવરના ધડનોતા વિસ્તારમાં સેનાના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં સેનાના ૪ જવાન ઘાયલ થયા હોવાના સમાચાર છે જેમાંથી બે જવાનની હાલત ગંભીર છે. Another Terror Attack In Jammu Division. 4 Soldiers Martyred , 6 Injured as Terr0rists Attacked Army Vehicles In Kathua, Jammu.

મળતી માહિતી અનુસાર આતંકવાદી ગ્રેનેડ લઇને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાવવાના ઇરાદાથી તેને ફેક્યો હતો અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બદનોટા ગામના જેંડા નાલા પાસે બપોરે ૩.૩૦ વાગ્યે ભારતીય સેનાના નિયમિત પેટ્રોલિંગ વાહન પર આતંકવાદી હુમલામાં ૪ ભારતીય સેનાના જવાન ઘાયલ થયા હતા . ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે. સૈન્ય દળ વિસ્તારમાં પહોંચી ગયો છે.

ડિફેન્સ અધિકારીઓએ આ હુમલાને લઇને કહ્યું કે, “જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તાર ભારતીય સેનાના ૯ કોર્પ્સ હેઠળ આવે છે. આતંકવાદીઓના ફાયરિંગ બાદ અમારા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી છે. વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.”

એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાની શિબિર પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ સેનાની શિબિર પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન સતર્ક સુરક્ષા ચોકી પર તૈનાત જવાને પણ આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો હતો. ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકવાદી અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવામાં સફળ રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.