Western Times News

Gujarati News

રશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર મોસ્કો પહોંચેલા PM મોદીનું સ્વાગત કોણે કર્યુ?

વડાપ્રધાન મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ૮ જુલાઇ અને ૯ જુલાઇ એમ રશિયાના બે-દિવસીય પ્રવાસ પર છે. અહીં વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ સાથે ૨૨માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી મોસ્કો પહોંચ્યા છે.

PM Modi Landed in Moscow. He Looking forward to further deepening the Special and Privileged Strategic Partnership between our nations, especially in futuristic areas of cooperation. Stronger ties between our nations will greatly benefit our people.

જ્યાં એરપોર્ટ પર રશિયાના પ્રથમ ઉપ-વડાપ્રધાન ડેનિસ મંટુરોવે તેમનું સ્વાગત કર્યું હતું તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરાયા હતા. રશિયાના સંમેલનમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રીયાની મુલાકાતે પણ જશે.

વડાપ્રધાન મોદી ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું રશિયાના પ્રથમ ઉપ-વડાપ્રધાન ડેનિસ મંટુરોવે ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપરાતં એરપોર્ટ પર તેમના સ્વાગતમાં રશિયાનું રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત-રશિયા સંબંધો માટે આ સંમેલન ખુબ જ મહત્ત્વનું છે. આ સંમેલન દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિ-પક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે. શક્યતા છે કે બંને દેશો રક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં વેપાર વધારવા અંગે મહત્ત્વના નિર્ણયો લઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.