Western Times News

Gujarati News

પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં સ્કૂલના બાળકોની જોખમી મુસાફરીનો મુદ્દો ચગ્યો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વાહન માં પોતાના અને અન્ય બાળકોને આગળ પાછળ બેસાડીને ઘરે મૂકવા જતા વાહનના ચાલક ની બેદરકારી સામે આવી છે પાલિકા દ્વારા આ વાહનના ચાલક સામે પગલા ભરવા પણ તૈયારી બતાવી છે.

નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગનુ મલ્ટી પર્પઝ જેટિંગ વાહનમાં આજે શાળાના બાળકોની જોખમી મુસાફરીની ઘટના સામે આવી છે. વાહનની આગળની બાજુએ ૪ બાળકો અને પાછળની બાજુએ ૪ બાળકો લઈ જવાતા હતા.

જે પૈકી પાછળની બાજુએ બાળકો હતા તે ઊભા ઉભા શટલની જેમ મુસાફરી કરતા હતા. આ બાબતે વાહન ચાલકને પશ્ચિમ વિસ્તારના મીશન રોડ પરના ચર્ચ પાસે અટકાવી પુછપરછ કરતા પાછળ જોખમી રીતે ઊભા રહેલા બાળકો કેવી રીતે વાહનમાં આવ્યા તેનો કોઈ અંદાજો ન હોવાનું જણાવ્યું હતું.

જોકે આ બનાવ ઉજાગર થતાં આ મામલે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડે જણાવ્યું કે, આ વાહનનો ચાલક મહેશ વાઘેલા છે અને તે પાલિકામાં ડ્રેનેજ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, તે ડ્રાઈવરનો ખુલાસો પુછવામાં આવશે અને શિસ્તબદ્ધની કાર્યવાહી પણ કરવામાં આવશે. જરૂર પડે તો સસ્પેન્ડ પણ કરાશે. અને આવી ભૂલ ફરી વખત કોઈ પાલિકાના ડ્રાઈવર ન કરે તે માટે તમામને નોટીસ આપી સાવચેત પણ કરાશે.

જોકે વાહન ચાલે કે જણાવ્યું હતું કે પોતાના અને પોતાના ભાઈના બાળકોને તેણે વાહનની આગળ બેસાડ્‌યા હતા પાછળ જે બાળકો બેઠા હતા તે વાત થી તે અજાણ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.