Western Times News

Gujarati News

ગેસ સીલીન્ડરમાં ૧૯ રૂપિયાનો વધારો

લખનૌ,રસોઇ ગેસ ઉપભોકતાઓને વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો માર પડયો છે. રસોઇ ગેસ સીલીન્ડર ફરીથી મોંઘો થઇ ગયો છે. સતત પાંચમાં મહીને રાંધણ ગેસ સીલીન્ડરના ભાવમાં વધારો થયો છે. રેટ રીવીઝન પછી ગેસ કંપનીઓએ સબસીડી વગરના ઘરેલુ ગેસ સીલીન્ડર (૧૪.ર કીલો)ના ભાવોમાં ૧૯ રૂપિયાનો વધારો કર્યો છે. હવે ઘરેલુ સીલીન્ડર ૭૪૯ રૂપિયાનો થઇ ગયો છે. જયારે કોમર્શીયલ સીલીન્ડર (૧૯ કિલો) ઉપર ર૯.પ૦ રૂપિયાનો વધારો થયો છે. ધંધાર્થીઓએ હવે સીલીન્ડર માટે ૧૩રપ રૂપિયા ચુકવવા પડશે. તો પાંચ કિલો વાળા છોટુ સીલીન્ડર ઉપર સાત રૂપિયા વધ્યા પછી હવે તે ર૭૬ રૂપિયામાં પડશે. હવે ઘરેલુ ગેસ વપરાશકારોના ખાતામાં ર૩૮.૧૦ રૂપિયાની સબસીડી આવશે. ભાવ વધારો આજે સવારથી જ લાગુ થઇ ગયો છે. ઓગસ્ટ ર૦૧૯ માં ૬૧૧.પ૦ માં મળતો ગેસ સીલીડર જાન્યુઆરી ર૦ર૦ માં ૭૪૯ રૂપિયે પહોંચી ગયો છે. એટલે કે છેલ્લા પાંચ મહિનામાં રસોઇ ગેસના બજાર ભાવમાં ૧૩૭ રૂપિયા વધી ગયા છે. જયારે કોમર્શીયલ સીલીન્ડર વાપરનારા ધંધાર્થીઓ પર સીલીન્ડર દીઠ ર૩૦ રૂપિયાનો  આર્થિક બોજ પડયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.