Western Times News

Gujarati News

ગ્રેનેડ હુમલો, અંધાધૂંધ ગોળીબાર… કઠુઆ આતંકી હુમલામાં ૫ાંચ જવાન શહીદ

નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં પાંચ જવાનો પણ ઘાયલ થયા છે, જેમને સારી સારવાર માટે પંજાબના પઠાણકોટની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હુમલાને અંજામ આપનાર આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.વાસ્તવમાં સોમવારે સાંજે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યાે હતો.

આ દરમિયાન આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો અને અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું. શરૂઆતમાં ૬ જવાનો ઘાયલ થયા હતા જેમાંથી ૨ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ પછી, ચાર જવાનોના શહીદના સમાચાર આવ્યા, થોડા સમય પછી, અન્ય એક જવાન શહીદ થયો.હુમલામાં શહીદ થયેલા જવાનોની સંખ્યા અત્યાર સુધી ૫ છે.

હુમલા પછી, પાંચ જવાનોને પહેલા કઠુઆના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે તેમને પંજાબના પઠાણકોટ સ્થિત આર્મી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

આર્મી પેરા કમાન્ડો (એસપીએલ ફોર્સ)ને કઠુઆના દૂરના મચિંડી-મલ્હાર વિસ્તારમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને કાઉન્ટર ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તે આતંકવાદીઓ સામે સમયસર અસરકારક કાઉન્ટર ઓપરેશન સુનિશ્ચિત કરી શકાય.

જે આતંકીઓ ભાગી રહ્યા છે અને વિસ્તારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.છેલ્લા પાંચ દિવસમાં આ બીજી વખત છે જ્યારે સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ૪ મેના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યાે હતો.

આ હુમલામાં જિલ્લામાં ભારતીય વાયુસેનાનો ૧ જવાન શહીદ થયો હતો, જ્યારે ૪ ઘાયલ થયા હતા. આ હુમલો સાંજે થયો જ્યારે એરફોર્સનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.