અમિતાભ બચ્ચનથી શર્વરી સુધીની સફર એક્ટિંગને અસરકારક બનાવતો મેકઅપ
મુંબઈ, સિનેમામાં અને નાટક બે કળાના એવા સ્વરૂપો છે, જેની સાથે લગભગ બીજી બધી જ કળાઓ સંકળાયેલી છે, તે બધાં જ ઉત્તમ કામ કરે ત્યારે એક ફિલ્મ સફળ થઈ શકે છે. ફિલ્મમાં અભિનય, સેટ, સંગીત, વાર્તા કે ડાયલોગ જેટલા મહત્વના છે એટલો જ મહત્વનો મેકઅપ છે.
એવા ઘણા કલાકારો છે, જેમણે પોતાના પાત્રોમાં જીવ રેડવા એવા અદ્દભૂત મેકઅપનો સહારો લીધો કે, તેમના બદલાયેલા સ્વરૂપ જોઇને દર્શકોનું દીલ ધમકારો ચૂકી જાય, જેમકે, ‘મુંજ્યા’માં શર્વરી અને ‘કલ્કિ’માં અમિતાભ બચ્ચન અને કમલ હસન. શર્વરી વાઘે મુંજ્યામાં ભૂતના રોલ માટે દરરોજ ખાસ મેકઅપ કરવો પડતો હતો, જેના માટે દરરોજ પાંચ કલાકનો સમય લાગતો હતો.
પછી શૂટ થયા પછી તે કાઢવામાં પણ તેને દરરોજ દોઢ કલાકનો સમય લાગતો હતો. આ રોલ માટે પ્રોસ્થેટિક મેક અપ ખુબ મહત્વનો હતો. સીજીઆઈની મદદથી તેને વધુ અસરકારક બનાવી દેવાયો હતો.
અમિતાભ બચ્ચનનો કલ્કિમાં ઘેરી આઇબ્રો સાથે, અંબોડા, ઘરડી ત્વચા અને વધી ગયેલી દાઢી સાથેનો અશ્વત્થામાનો લૂક પણ અનેક પડકારો પછી તૈયાર થયો હતો. તેમના આ દેખાવને વધુ અસરકાર બનાવવા માટે ઊંડી ઉતરી ગયેલી અને કાળા કુંડાળાવાળી ઘેરી આંખોનો મેક અપ કરવામાં આવ્યો હતો.
સાથે કપાડ પર લોહીના ડાઘ તો ખરા જ. ધ મેક અપ લેબ દ્વારા તેમના લૂકના અને કેરેક્ટર ડિઝાઇનના ફોટોની ઝલક દર્શાવવામાં આવી હતી તેનું શ્રેય પ્રીતિશીલ સિંહ ડિસોઝાને જાય છે. આ જ પ્રકારનો મેક અપ તેમણે પા ફિલ્મ માટે પણ કર્યાે હતો.
નેશનલ એવોર્ડ વિજેતા કલાકાર રાજકુમાર રાવ પણ તેના અનોખા દેખાવ અને વૈવિધ્યપૂર્ણ અભિનયવાળા રોલ માટે જાણીતો છે. તેણે ૨૦૧૭માં આવેલી ફિલ્મ રાબતાના એક કેમિયો માટે આ પ્રકારના મેકઅપની મદદ લેવી પડી હતી. તેણે એક ૩૨૪ વર્ષના વૃદ્ધનો રોલ કર્યાે હતો, જેમાં ઘરડી ત્વચા પર ટેટુ પણ બનાવાયા હતા. આ પ્રકારનો ચહેરા અને હાથ પરનો મેક અપ તેનું રોલ માટેનું ડેડિકેશન દર્શાવે છે.SS1MS