આ ઉનાળામાં ACનાં વપરાશ અને વીજળી બીલમાં ભારે વધારો થયોઃ સર્વે
ગોદરેજ અપ્લાયન્સિસનો ‘ભારતીય ઘરોમાં એસીનો વપરાશ’ પર સર્વે
મુંબઈ, 8 જુલાઈ, 2024 : ગોદરેજ એન્ડ બોય્સનાં બિઝનેસ યુનિટ ગોદરેજ અપ્લાયન્સિસે ભારતીય પરિવારોમાં એસીનાં વપરાશ, વીજળી બીલ્સ પર તેની અસર તથા અનુસરવામાં આવતી મેન્ટેનન્સ પદ્ધતિઓ પર ટ્વેન્ટીફાઇ ઇન્ડિયા સાથેની ભાગીદારીમાં હાથ ધરાયેલ સર્વેનાં આધારે ‘ભારતીય ઘરોમાં એસીનો વપરાશ’ પર રસપ્રદ બાબતો રજૂ કરી હતી. Godrej Appliances – Consumer survey on ‘AC Usage in Indian Homes’ by Godrej Appliances reveals drastic surge in AC usage & energy bills this summer.
50% કરતા વધારે ઉત્તરદાતાઓએ જણાવ્યું છે કે આ ઉનાળામાં તેમનો એસી વપરાશ અમુક વર્ષો પહેલાની સરખામણીમાં બમણો (અથવા વધુ) થયો છે જ્યારે લગભગ 90% સંમત થયા હતા કે એસી નો ઉપયોગ ઓછામાં ઓછો 1.5 ગણો વધુ હતો. લગભગ બે તૃતીયાંશ લોકોએ દાવો કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં તેમના ઘરમાં લગાવેલા ACની સંખ્યામાં વધારો થયો છે. 90% લોકોએ એમ પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના વીજલી બીલમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેમાં ઉનાળામાં આ પ્રમાણ સૌથી વધારે છે. 52% લોકોએ કહ્યું કે ઉનાળા દરમિયાન વીજળી બીલ તેમનાં સરેરાશ વીજળી બીલ કરતા લગભગ બમણું હતું. આ આંકડા દેશનાં વિવિધ વિસ્તારોમાં ઉનાળાનાં તાપમાનમાં વધારો અને હીટવેવનું સીધું પરિણામ છે.
ગોદરેજ એન્ડ બોય્સનો ભાગ ગોદરેજ અપ્લાયન્સિસનાં બિઝનેસ હેડ તથા એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું કે, “ગયા ઉનાળાની સરખામણીએ આ ઉનાળામાં એસી ઉદ્યોગ 1.5 ગણી વૃદ્ધિ પામ્યો છે. અમે પોતે પણ લગભગ બમણી વૃદ્ધિ જોઇ છે. જ્યારે અપ્લાયન્સ ઉદ્યોગ માટે આ સારા સમાચાર છે, ત્યારે આપણે પર્યાવરણ માટે તેનો શું અર્થ થાય છે, આવનારા સમયમાં વીજળીની માંગ અને ઘરના ખર્ચાઓ પરની અસર પર વિચાર કરવાની જરૂર છે. આ સર્વે વીજળીનો વપરાશ ઓછો કરવા માટે ઉચ્ચ સ્ટાર-રેટેડ એસી અપનાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે, કારણ કે 3-સ્ટાર એસીની સરખામણીમાં ફાઇવ સ્ટાર 1.5 Tr એસી 25% સુધી વીજળી બચાવે છે. ગોદરેજ અપ્લાયન્સિસ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાનાં કુલિંગ ઉકેલોની માંગને પહોંચી વળવા પ્રતિબદ્ધ રહે છે જ્યારે સાથે જ પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઉકેલો પૂરા પાડવાની જરૂરીયાતને પણ સમજે છે.”
સર્વેમાં બહાર આવેલી બાબતો :
86% ગ્રાહકોએ દાવો કર્યો હતો કે તેઓ તેમનાં વધતા વીજળી બીલને મેનેજ કરવા માટે પગલા લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં એક જ રૂમમાં સમગ્ર પરિવારનાં સુવાથી લઇને થોડા કલાકોમાં એસી ઓફ કરવું તથા એનર્જી સેવિંગ મોડ્સનાં ઉપયોગનો સમાવેશ થાય છે.
– 65% લોકોએ કે છેલ્લા એક વર્ષ અથવા તેનાં કરતા વધારે સમય સુધી સર્વિસ ન કરાવ્યું હોય એવા ઓછામાં ઓછા એક એસીનાં વપરાશ અંગે જણાવ્યું હતું જ્યારે 26% લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે કોઇ તકલીફ હોય ત્યારે જ એસી સર્વિસ કરાવે છે. આ પ્રેક્ટિસ દક્ષિણમાં ઓછામાં ઓછી જોવા મળી છે, જે 20% છે જ્યાં 65% લોકો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત એસી સર્વિસ કરાવવાનો દાવો કરે છે.
– પાંચમાં ભાગનાં લોકો સંમત થયા કે તેઓ તેમનાં એસીને કંપનીના અધિકૃત ટેકનિશિયનને બદલે સ્થાનિક ટેકનિશિયન દ્વારા સર્વિસ કરાવે છે. આ પ્રેક્ટિસ પશ્ચિમ બંગાળમાં 23% સાથે પ્રમાણમાં વધારે જોવા મળે છે.
કમલ નંદીએ વધુમાં ઉમેર્યું કે, “આ સર્વે ગ્રાહકોમાં એસી મેન્ટેનન્સની પ્રેક્ટીસમાં નોંધનીય તફાવતની ઓળખ કરે છે. ગોદરેજ અપ્લાયન્સિસ ખાતે, અમે એક કંડીશ્નર્સની સર્વિસ અને નિયમિત મેન્ટેનન્સની ભારપૂર્વક હિમાયત કરીએ છીએ કારણ કે આમ કરવાથી તેની કામગીરી અને આયુષ્યને મોટા પ્રમાણમાં વધારી શકાય છે, જેનાથી વીજળીનાં વપરાશમાં ઘટાડો થાય છે.”